સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં ગાઇડની ભરતી, એક દિવસનો 1,000 રૂપિયા પગાર

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ફાઇલ તસવીર

ગ્રેજ્યુએટ થયેલા અને ગુજરાતી, હિંદી, ઇન્ગલીશ પર પ્રભુત્વ ધરાવતા ઉમેદવારોને તક મળશે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં ગાઇડની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. સ્ટેચ્યૂમાં આવતા પ્રવાસીઓને સરદાર વલ્લભ ભાઈ પટેલની આ વિશાળકાય પ્રતિમા સહિતની માહિતીઓથી વાકેફ કરાવી શકે તેવા ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મહિનામાં 8 દિવસ કામ કરવાની તક મળશે.

  સ્ટેટ્યૂ ઑફ યુનિટી દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ કોન્ટ્રાક્ટ બેઝ પર ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારોને અઠવાડિયામાં બે દિવસ ગાઇડ તરીકે કામ કરવાની તક મળશે. જે ઉમેદવાર પસંદ થશે તેને પ્રતિદિન 1,000 રૂપિયા ચુકવવામાં આવશે આમ મહિનામાં 8 દિવસની નોકરીનો 8,000 રૂપિયા પગાર મળશે.

  આ પણ વાંચો :  સેનામાં જોડાવા મહિલાઓની પડાપડી, 100 જગ્યા સામે 2 લાખ અરજી

  લાયકાત : આ નોકરી માટે ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ હોવું અનિવાર્ય છે. કોમ્યુનિકેશન વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારનો નોકરી માટે તક આપવામાં આવશે. જે ઉમેદવાર 18થી 28 વર્ષનાં હશે અને ઇંગ્લિશ મીડિયમાં જ અભ્યાસ કર્યો હશે તેમને પ્રાધાન્ય આપવામા આવશે. નોકરીનો સમય કેવડીયા માં સવારે 7.00થી સાંજે 7.00 વાગ્યા સુધીનો રહેશે.

  આ પણ વાંચો :  આનંદો! નર્મદા ડેમની સપાટીમાં વધારો, ખેડૂતોને આજથી પાણી મળશે

  આવદેન કરવા
  સ્ટેટ્યૂ ઑફ યુનિટીમાં ઉપરોક્ત જગ્યા માટે નોકરી મેળવવના માટે 10મી જૂલાઈના રોજ તમામ જરૂરી પ્રમાણ પત્રો સાથે વડોદરા શહેરના જેલ રોડ પર આવેલ નર્મદા ભવનના A બ્લોકમાં 6ઠ્ઠા માળે સરદાર સરોવર પુન: વસવાટ એજન્સીનો સંપર્ક સાધી શકાશે. આ નોકરી માટેની માહિતી 0265- 2421723 નંબરપરથી ફોન કરી મેળવી શકાશે.
  Published by:Jay Mishra
  First published: