Home /News /gujarat /વ્યારામાં કોંગ્રેસને ઘંમડ છે કે, ભાજપ ક્યારેય જીતે નહીં જે આપણા માથે કલંક છે, જેને આ વખતે ધોઇ નાંખવાનો છે: પાટીલ
વ્યારામાં કોંગ્રેસને ઘંમડ છે કે, ભાજપ ક્યારેય જીતે નહીં જે આપણા માથે કલંક છે, જેને આ વખતે ધોઇ નાંખવાનો છે: પાટીલ
કાર્યકરોને સંબોધતા પાટીલ
આગામી તારીખ 2,3 અને 4 મેના રોજ ત્રણ દિવસ પ્રદેશ માથી કે જીલ્લામાંથી કાર્યકરને કોઇ પણ પ્રકારનો કાર્યક્રમ નહી આપવામાં આવે, ગુજરાતના કાર્યકરોની ચિંતા કરી ત્રણ દિવસની રજા આપવામાં આવી છે – સી.આર.પાટીલ
તાપી: 21 એપ્રિલના રોજ પેજ સમિતિના પ્રણેતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના (C R Patil) વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ તાપી (Tapi) જીલ્લાના વ્યારા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો અને કાર્યકરોને મળી તેમના ઉત્સાહનો સંચાર કર્યો. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ભવ્ય રેલી દ્વારા જનતાના આશિર્વાદ અપાવ્યા અને સભા બાદ સાધુ, સંતોના આશિર્વાદ મેળવ્યા.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, કોંગ્રેસનો ત્રાસ અને માર સહન કરીને અંહી ભારતીય જનતા પાર્ટીને ઉભી કરી છે. તેવા દરેક કાર્યકરોએ તાપીમાં ઘણો સંઘર્ષ કરી કેસરીયા રંગમાં સૌને રંગી દીધા છે. આટલી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત છે તે નજારો તમે નીચેથી જોવો છો પરંતુ ઉપરથી જોવો તો હૈયું ભરાઇ જાય છે. આ વાતાવરણ માત્ર તાપી જીલ્લામાં છે તેમ નથી, આવું વાતાવરણ આખા ગુજરાતમાં છે એનો પરચો ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેમાં તેનું પ્રતિબિંબ પડવાનું છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, બે દિવસ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે બનાસ ડેરીમાં દૂઘ ભરનારી દૂધ ઉત્પાદક બહેનો સાથે સંવાદનો કાર્યક્રમ કર્યો, ત્યારે મોટી સંખ્યામાં બહેનોએ તેમાં ભાગ લીધો. આ કાર્યક્રમથી જીલ્લામાં જે વાતાવરણ ઉભું થયું હતું તે જોઇ રાજકીય પંડીતો અને આપણી વિરોધી પાર્ટીઓના આગેવાનો વિચારતા થઇ ગયા.
વ્યારામાં પાટીલ
સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ભવ્ય આદિવાસી સંમેલન યોજાયું. તેમા દાહોદ, છોટા ઉદેપુર, બરોડા જીલ્લો, મહિસાગર અને પંચમહાલ એમ પાંચ જીલ્લાના આદિવાસી ભાઇ-બહેનોનું સંમેલન યોજાયું. પાંચ જીલ્લામાંથી ભવ્ય કાર્યક્રમમાં આશરે 3 લાખથી વધુ આદિવાસી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સંમેલનમાં એશિયાનો સૌથી મોટો મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. પાંચેય જીલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઇ-બહેનોએ વડાપ્રધાનને આવકારી પોખ્યા અને આશિર્વાદ આપ્યા.
આદિવાસી સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દાહોદને અને ગુજરાતને એક મોટી ભેટ આપી જેમાં રેલ્વેનું ડિઝલ એન્જીન બનાવવા 20 હજાર કરોડ રૂપિયાનો પ્રોજેકટ મંજૂર કરી આપ્યો જેના કારણે મોટી સંખ્યામાં આદિવાસી ભાઇ-બહેનોને રોજગારી મળશે અને ગુજરાત સાથે દેશને પણ ખૂબ લાભ મળશે. આવનાર દિવસોમાં ફરી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાત આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દક્ષિણ ગુજરાતના આ કાર્યક્રમમાં પાંચ લાખથી વધુ જનમેદની ભેગી કરી નવો રેકોર્ડ બનાવવા હાંકલ કરી.
સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે,ગુજરાતમાં જે રીતે પેજ સમિટિનું અભિયાનની શરૂઆત કરી અને આખા રાજયમાં 33 જીલ્લા અને 8 મહાનગર મળીને 41 જીલ્લા અને મહાનગરમાં પ્રદેશ કારોબારીમાં વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ યોજવા કહ્યુ હતું. આ કાર્યક્રમમાં તાપી જીલ્લાએ પહેલું નામ નોંધાવ્યું અને તાપી જીલ્લાના પ્રમુખ અને મહામંત્રી, પ્રભારી અને પદાધિકારીઓએ એક સાથે તાપી જીલ્લામાં આવવાનું આમંત્રણ આપ્યું અને તાપી જીલ્લો પેજ સમિતિમાં આગળ છે.
તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભાજપના કાર્યકરોએ ચૂંટણીમાં ઉમેદવારને જીતાડી ભાજપનો ડંકો વગાડ્યો. વ્યારામાં કોંગ્રેસને ઘંમડ છે કે, વ્યારામાં ભાજપ ક્યારેય જીતી નથી અને આપણા માથે આ કલંક છે આ કલંકને આ વખતની ચૂંટણીમાં ઘોઇ નાખવા હાંકલ કરી અને પેજ કમિટિના કાર્યકરોની તાકાત,દરેક કાર્યકરની તાકાત તેમજ કેન્દ્ર સરકાર અને રાજય સરકારે કરેલી અનેક પ્રજાલક્ષી યોજનાઓના સથવારે લાભાર્થીઓનો સંપર્ક કરી આ વખતે ભાજપ તરફ મતદાન કરવા હાંકલ કરી.
સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે,કોગ્રેસના સમયમાં કોઇ પ્રજાલક્ષી યોજના આવતી ન હતી. જે પણ યોજના આવે તો તેના માટે લાભાર્થીઓને દલાલોનો સંપર્ક કરવો પડતો હતો પરંતુ કેન્દ્રમાં અને રાજયમાં ભાજપની સરકાર છે હવે લાભાર્થીઓને પૈસા સિધા તેમના ખાતામાં જમા થાય છે. હજુ વધુમાં વધુ જરૂરિયાત મંદ લોકોને કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓનો લાભ અપાવવા હાંકલ કરી.
સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે,રાજયમાં કુપોષિત બાળકોને સુપોષણ કરવા આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે હાંકલ કરી અને આપણા ગુજરાતમાં કોઇ બાળક કુપોષિત ન રહે તે માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ઓછામાં ઓછા એક કુપોષિત બાળકને દત્તકે લેશે અને તેને સુપોષીત આહાર આપવો,જરૂર પડે તો ડોકટરની સલાહ અપાવવાની વ્યવસ્થા કરવાની જવાબદારી નિભાવશે જેથી રાજયમાં કોઇ બાળક કુપોષિત ન રહે તેની ચિંતા આપણે કરીએ તેમ જણાવ્યું. આવરનાર 29 અને 30માથી એક દિવસ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી તાપી અને સુરત જીલ્લાના સંયુકત કાર્યક્રમમાં આવનાર છે.
સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે,આજે વન ડે વન ડિસ્ટ્રીક ના પહેલા કાર્યક્રમમાં આખા ગુજરાતના કાર્યક્રમનો સરપ્રાઇઝ ભેટ આપવા જણાવતા કહ્યું કે ભાજપના કાર્યકરોએ સખત કામ કર્યુ છે અને આવનાર ડિસેમ્બર સુધી સતત કામ કરવાનું છે ત્યારે આગામી તારીખ 2,3 અને 4 મેના રોજ ત્રણ દિવસ પ્રદેશ માથી કે જીલ્લામાંથી કાર્યકરને કોઇ પણ પ્રકારનો કાર્યક્રમ નહી આપવામાં આવે, ગુજરાતના કાર્યકરોની ચિંતા કરી ત્રણ દિવસની રજા આપવામાં આવી. આ કાર્યક્રમ અંગે માહિતી આપતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યુ હતું કે અંદાજે 20 થી 25 હજાર પેજ સમિતિના સભ્યો સાથે રેલી સ્વરૂપે જીલ્લાના કાર્યકરો અને જનતા આશિર્વાદ મળ્યા ત્યાર પછી સભાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તાપી જીલ્લાના પેજ કમિટિના પંસદગીના 20 થી 25 હજાર સભ્યો સાથે વર્તાલાપ કરવાનો અવસર મળ્યો. કેન્દ્રમાં અને રાજયમાં ભાજપ સરકારે જે રીતે દરેક વર્ગના લોકો માટે અલગ અલગ યોજના બનાવી છે તેનો લાભ વધુમાં વધુ લોકોને અપાવવા કાર્યકરોને હાંકલ કરી. લોકોને યોજનાનો લાભ અપાવવા કોઇ સમસ્યા હોય તો જીલ્લાના અધ્યક્ષ દ્વારા સરકાર અથવા સંગઠનમાં રજૂઆત કરવા વિનંતી કરવામાં આવી. આ કાર્યક્રમમાં જીલ્લાના આગેવાનો અને કાર્યકરો સાથે સંવાદ કરી પાર્ટીને વધુ મજબૂત કરવા સજેશન મેળવવામાં આવશે. આ કાર્યક્રમમાં જીલ્લાના આગેવાનો,મોરચાના આગેવાનો સાથે બેઠક કરવામાં આવશે અને આવનાર દિવસમાં વિધાનસભાની ચૂંટણીને લઇ કાર્યકરોને તૈયાર કરવા તેમજ રાજયના બાળકોને સુપોષીત કરવાના અભિયાનને સફળ બનાવવા પ્રયત્ન કરે તે માટે આહવાહન કરવામાં આવ્યું. તેમજ આ કાર્યક્રમમાં જે પી નડ્ડાજી અને દેશના ગૃહમંત્રી અમિત શાહ ના આગામી કાર્યક્રમ અંગે પણ ચર્ચા કરવામાં આવી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર