Home /News /gujarat /

Video: સુરતમાં ગુંડાગર્દીનો વધુ એક Video viral, યુવક રહીશોને ચાકુ બતાવીને મારવાની આપે છે ધમકી

Video: સુરતમાં ગુંડાગર્દીનો વધુ એક Video viral, યુવક રહીશોને ચાકુ બતાવીને મારવાની આપે છે ધમકી

સુરતમાં યુવકની ગુંડાગર્દીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

Surat News: યુવક નજીક આવીને ગાળાગાળી કરવા લાગ્યો. તેના ગજવામાં રહેલો ચપ્પુ બહાર કાઢીને તેને મારવાની ધમકી આપી હતી.

સુરત: શહેરમા (Surat) ગુંડાગર્દીનો (crime in Surat) વધુ એક બનાવ સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાં એક યુવાન ચાકુ બતાવીને લોકોને ધમકાવી રહ્યાનો વીડિયો વાયરલ (viral video) થયો છે. ડિંડોલી વિસ્તારમાં જયારે વાલીઓ પોતાના બાળકો સાથે શાળાની બસની રાહ જોઈ રહયા હતા. ત્યારે આ શખ્સ પુરપાટ ઝડપે બાઈક લઈને અહીંથી પસાર થયો હતો. વાલીઓએ તેને બાઈક ધીમું કરવાનું કહેતા સમાધાન પાટીલ નામના વ્યક્તિએ દાદાગીરી શરુ કરી હતી. હાલ તેની દાદાગિરીનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

યુવક મરાઠી પણ બોલે છે

નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલી ગાયત્રી નગર 2માં એક યુવક દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયાર બતાવીને રહીશોને મારી નાખવાની ધમકી આપતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં યુવક મરાઠી ભાષામાં ત્યાં રહેતા મરાઠી ભાષીઓને ગાળો આપીને હથિયાર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો જોતા એવું સ્પષ્ટ દેખાય છે કે, યુવકને કોઈપણ પ્રકારનો કાયદાનો ડર ન હોય તે રીતે મહિલાઓની સામે પણ દાદાગીરી કરી રહ્યો છે. ચપ્પુ બતાવીને ધમકી આપનાર આ યુવકનું નામ સમાધાન પાટીલ હોવાનું જાણવા મળ્યું છે.

યુવકની ફાઇલ તસવીર


મારવાની ધમકી આપી

બાળકો સાથે તેના પિતા સ્કૂલવાનની રાહ જોતા ઉભા હતા તે દરમિયાન આ યુવક ખૂબ જ સ્પીડથી પોતાની મોટરસાયકલ લઈને બાળકો પાસેથી પસાર થતો હતો ત્યારે તેના વાલીઓએ તેને કહ્યું કે, ભાઈ ગાડી ધીરે ચલાવ. બસ આટલું બોલતા એની સાથે જ યુવક એના પિતા નજીક આવીને ગાળાગાળી કરવા લાગ્યો. તેના ગજવામાં રહેલો ચપ્પુ બહાર કાઢીને તેને મારવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો- અમદાવાદ: રેવન્યુ તલાટીને સાસુની ધમકી, "કોઈને કાંઈ કીધું તો ત્રીજા માળેથી કૂદી તને જેલભેગી કરીશ"

યુવાન અવારનવાર લોકોને હેરાન કરે છે

સમાધાન પાટિલે કહ્યું કે, તું મારું કંઈ નહિ બગાડી શકે હું તને જ કાપી ને જતો રહીશ. પોલીસ પણ મારું કંઈ નહીં કરી શકે. વાયરલ વીડિયોમાં જે યુવક ધમકી આપતો દેખાય છે તે સમાધાન પાટીલ આ વિસ્તારમાં અવારનવાર લુખ્ખાગીરી કરીને મહિલાઓ અને ત્યાના રહીશોને કોઈકને કોઈક બાબતે હેરાન પરેશાન કરે છે.



11 એપ્રિલ 2020ના દિવસે આ જ સોસાયટીની અંદર કમલાકર પાટીલ નામના યુવકની પણ હત્યા કરી દેવામાં આવી હતી. આ વિસ્તારમાં ફરતા માથાભારે યુવકો સ્થાનિક રહીશોને આ પ્રકારે ધમકાવતા રહે છે. વિઝ્યુઅલ વાયરલ થતાની સામે સ્પષ્ટ દેખાય છે કે, યુવકો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા ખચકાતા પણ નથી હોતા. આવા તત્વોને ડીંડોલી પોલીસે સબક શીખડાવવાની જરૂર છે. જેથી કરીને ડીંડોલી વિસ્તારની ગાયત્રીનગર બે સિવાયની આસપાસની સોસાયટીઓમાં પણ લોકો ડર વગર રહી શકે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, ગુનો, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन