સુરત ફાયર વિભાગ દ્વારા કોરોના અવરનેસ માટે વીડિયો બનાવવામાં આવ્યો


Updated: May 21, 2020, 10:24 PM IST
સુરત ફાયર વિભાગ દ્વારા કોરોના અવરનેસ માટે વીડિયો બનાવવામાં આવ્યો
સુરત ફાયર વિભાગ દ્વારા કોરોના અવરનેસ માટે વીડિયો બનાવવામાં આવ્યો

આ વીડિયો શહેર ના અલગ-અલગ ફાયર સ્ટેશનમાં બનાવવામાં આવ્યો છે

  • Share this:
સુરત : જનમાનસમાં એ વાત ઘર કરી ગઈ છે કે ફાયર બ્રિગેડ આગ બુઝાવવાનું કામ કરે છે, ડૂબતા ને બચાવે છે પણ સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગે પોતાની એક નવી જ છબી લોકોમાં ઉભી કરી છે. કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિમાં ફાયર બ્રિગેડના સ્ટાફે કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવવા સાવચેતીના શું પગલાં લેવા તેનો 5 મિનિટ 9 સેકન્ડનો વીડિયો બનાવ્યો છે.આ વિડિયો કોરોનાથી બચવા જન જાગૃતિનો સંદેશ તો આપે જ છે તેની સાથે આ વીડિયોની એક ખાસિયત એ છે કે વીડિયો મોબાઈલ ફોનના કેમેરાથી બનાવ્યો છે.

સુરત મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર બસંત પારીખના જણાવ્યા અનુસાર ફાયર બ્રિગેડના સ્ટાફમાં 968 કર્મચારી છે. આ કર્મચારીઓએ કોરોના જેવી મહામારીથી પોતાના સુરક્ષા કવચ માટે કઈ સાવધાની રાખવી તેની માહિતી આ વીડિયોના માધ્યમથી આપી છે. કોરોનાના સંક્રમણ ને અટકાવવા સેનિટાઝરનો વારંવાર ઉપયોગ કરવો. ઘટનાના કોલ એટેન્ડ કરીને આવ્યા બાદ પોતાને કીટાણું રહિત કરવા સોડિયમ હાઇપોકલોરાઈટને મિક્સ કરેલા પાણીની ટ્રે માં પગ બોળી પછી જ ઓફિસ કે ફાયર સ્ટેશનમાં પ્રવેશ કરવો.

આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં નવા 371 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 269 દર્દીઓને રજા અપાઇ

આ વીડિયો શહેર ના અલગ-અલગ ફાયર સ્ટેશનમાં બનાવવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકાના મુગલીસરા સ્થિત મુખ્યાલય, અડાજણ ફાયર સ્ટેશન, મજુરાગેટ, ડુંભાલ, કતારગામ અને પાલનપોર ફાયર સ્ટેશનમાં આ વીડિયો બનાવી તેને કોલાર્જ કરાયો છે. એડિટિંગ દરમિયાન "ફિર સે શહેરો મેં રોનક આયેગી,ગાંવો મેં હંસી લોટેગી" ગીત ઉમેરી શહેરો અને ગામડાઓમાં પૂર્વવત સ્થિતિ થશે તેનો આશાવાદ વ્યક્ત કરાયો છે.

ચીફ ફાયર ઓફિસર પારીખે આ વીડિયો વિશે જણાવ્યું હતું કે આ વીડિયોમાં સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના 18 કર્મચારી અને 6 ઓફિસર દ્વારા જેમ ચીફ ફાયર ઓફિસર પોતે, ઓફિસર દિપક માખીજાની, હાર્દિક પટેલ, ઈશ્વર પટેલ, હિતેશ ઠાકોર અને શૈલેષ પટેલ દ્વારા એક્ટ કરીને સાવચેતીનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યા છે. આ વીડિયો બનાવવા માટે એક રૂપિયાનો પણ ખર્ચ કરાયો નથી. ફાયર બ્રિગેડના કર્મચારીઓ સિવાય અન્ય કોઈની પણ મદદ લેવામાં આવી નથી. જાહેર માર્ગો પર થુકવું નહી, ઉપયોગ કરેલા હેન્ડ ગ્લોવ્ઝ કચરાપેટીમાં જ ફેંકવા, ફાઇલના આદાન-પ્રદાન વખતે તરત હાથ સેનિટાઇઝ કરવા જેવી સાવચેતી આ વીડિયોના ના માધ્યમ બતાવી છે.
First published: May 21, 2020, 10:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading