Home /News /gujarat /

સુરતઃ 'પોલીસ ચોકી મેં મુર્ગા, દારૂ, સિગારેટ પી કે મારતે થે'

સુરતઃ 'પોલીસ ચોકી મેં મુર્ગા, દારૂ, સિગારેટ પી કે મારતે થે'

સુરતમાં કસ્ટોડિયલ ડેથ મામલે મૃતક યુવકના ઉમરા સ્થિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, આ દરમિયાન મૃતકના ભાઇનો વીડિયો સામે આવ્યો.

સુરતમાં કસ્ટોડિયલ ડેથ મામલે મૃતક યુવકના ઉમરા સ્થિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, આ દરમિયાન મૃતકના ભાઇનો વીડિયો સામે આવ્યો.

    પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ  સુરતના ખટોદરા પોલીસ મથકમાં ચોરીના આરોપીને ઢોર માર મરાયા બાદ મોત નિપજ્યું હતું. મૃતક યુવકના ઉમરા સ્થિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, આ દરમિયાન મૃતકના ભાઇનો વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં તે હૈયાફાટ રૂદન કરતાં કરતાં પોતે નજરે જોયેલી વાત કરી રહ્યો છે.

    ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલામાં મૃતક ઓમપ્રકાશના સુરતના ઉમરા સ્થિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સ્મશાનમાં મૃતકના ભાઇ વિશાલ પાંડેએ અગ્નિદાહ આપ્યો, જ્યારે વિધિ તેના બીજાભાઇ રામગોપાલ પાંડેએ કરી.

    સ્મશાનમાં પોતાના ભાઇની લાશ જોઇ રામગોપાલ પોતાને રોકી ન શક્યો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, રામગોપાલે હૈયાફાટ રૂદન કરતાં કરતાં કહ્યું કે 'પોલીસ સ્ટેશનમાં તેની નજર સામે જ ભાઇને પોલીસકર્મીઓ બેફામ માર માર્યો'. તેણે પોતાની ભાષામાં કહ્યું કે 'પોલીસ ચોકીમાં મુર્ગા, સિગારેટ પી કે મારતે થે, મેરી આંખો કે સામને મારા હેં' રામગોપાલ એક દિવસના વચગાળાના જામીન લઇ અંતિમક્રિયા માટે આવ્યો હતો.

    સુરતના ખટોદરા પોલીસ મથકમાં ચોરીના આરોપીને ઢોર માર મરાયા બાદ મોતના કેસમાં પીએસઆઈ સહિત સાત પોલીસ કર્મી હાલ ફરાર છે. આ મામલે આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ પહેલા રાજ્યભરના એરપોર્ટ પર નજર રાખવાનો આદેશ કરાયો હતો, જે બાદમાં હવે દેશના તમામ એરપોર્ટ પર નજર રાખવાના આદેશ કરાયા છે. બીજી તરફ પોલીસે તમામ પોલીસ કર્મીઓના વતનમાં પણ તપાસ કરી છે. મંગળવારે મૃતકના પરિવારના લોકો પણ સુરત સિવિલ ખાતે મૃતદેહ લેવા માટે આવી પહોંચ્યા હતા.

    મૃતક ઓમપ્રકાશ


    પોલીસના માર બાદ મોતને ભેટેલા ઓમપ્રકાશ પાંડેયનો પરિવાર મંગળવારે સવારે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ઓમપ્રકાશનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે જ રાખવામાં આવ્યો હતો. સુરત સિવિલ ખાતે ડેડબોડી લેવા માટે આવી પહોંચેલા ઓમપ્રકાશના ભાઈ વિશાલ પાંડેયએ જણાવ્યું હતું કે તેના ભાઈની હત્યા કરવામાં આવી છે.

    વિશાલ પાંડેયએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "અમે સોમવારે રાત્રે સુરત આવ્યા છીએ. અમને ન્યાય જોઈએ છે. મારા ભાઈની પોલીસે માર મારીને હત્યા કરી છે. અમે મૃતદેહ સ્વીકારવા માટે આવ્યા છીએ. અહીં સુરત ખાતે જ તેના અંતિમ સંસ્કાર કરીશું. મારા ભાઈના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેની પત્ની હાલ ગર્ભવતી છે અને તેણીને નવમો મહિનો ચાલી રહ્યો છે. તેનું સંતાન આ ધરતી પર અવતરે તે પહેલા જ તેના માથેથી પિતાનું સુખ છીનવાઈ ગયું છે."
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Custodial Death, Police custody, Surat death, Surat police, Victims Brother, Vishal pandey

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन