'કૂદવા સિવાય કોઇ ઓપ્શન ન હતો' સુરત આગમાં બચી ગયેલો વિદ્યાર્થી

News18 Gujarati
Updated: May 25, 2019, 6:47 AM IST
'કૂદવા સિવાય કોઇ ઓપ્શન ન હતો' સુરત આગમાં બચી ગયેલો વિદ્યાર્થી

  • Share this:
કિર્તેશ પટેલ, સુરતઃ સુરતમાં ટ્યૂશન ક્લાસીસમાં લાગેલી ભયાનક આગમાં 20 લોકો ભડથું થઇ ગયા, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા, આગ લાગ્યા બાદ તમામ વિદ્યાર્થીઓએ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી, છલાંગ લગાવ્યા બાદ નીચે પટકાતા ચાર વિદ્યાર્થીના મોત થયા હતા, તો આ છલાંગ લગાવી બચી જનાર વિદ્યાર્થીએ આપવીતિ જણાવી હતી.

ન્યૂઝ 18 સાથે વાત કરતાં વિદ્યાર્થીએ જણાવ્યું કે તેનું નામ વાઘાણી રામ મહેશભાઇ છે, તેણે જણાવ્યું કે ક્લાસીસનું નામ આલોહા છે. હજુ તો તેઓ ક્લાસમાં પ્રવેશ્યા ત્યાં જ ક્લાસરૂમમાં ધૂમાડો આવવાનું શરૂ થયું હતું. અમે ક્લાસમાં કુલ 6 વિદ્યાર્થીઓ હતો, ધૂમાડો આવતાં અમે લોબી તરફ ભાગ્યા હતા. લોબીમાં આવ્યા ત્યાં ઓફિસમાં અમારા મેડમ પણ ભાગવા લાગ્યા હતા. અમે મેડમની પાછળ પાછળ ભાગ્યા, ત્યારબાદ ફાયર વિભાગની સીડીની મદદથી મેડમ નીચે ઉતર્યા જ્યારે અન્ય વિદ્યાર્થી બારીમાંથી કૂદવા લાગ્યા હતા. મે પણ મારા મિત્રો સાથે કૂદકો માર્યો અને હું બચી ગયો.

એક ક્લિક કરીને જાણો ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ

અહીં ક્લિક કરી વાંચોઃ સુરત આગ: રાજ્યના તમામ ટ્યુશન ક્લાસીસ તાત્કાલિક બંધ કરવા સરકારનો આદેશ

ઉલ્લેખનીય છે કે સુરત આગની ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યમાં તમામ ટ્યૂશન ક્લાસીસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, તો રાજ્યભરમાં ચાલતા ટ્યૂશન ક્લાસીસમાં ફાયર સેફટી અંગે ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ સુરતનો અસલી 'HERO', જેણે જીવ જોખમમાં મુકી બચાવ્યા બાળકોને
First published: May 24, 2019, 10:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading