નાયડૂએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, મેમોરિયલ ટ્રસ્ટને આપશે એક મહિનાનો પગાર

News18 Gujarati
Updated: January 21, 2019, 7:43 AM IST
નાયડૂએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, મેમોરિયલ ટ્રસ્ટને આપશે એક મહિનાનો પગાર
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ આજે સવારે વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી

નાયડૂ તેમનો એક મહિનાનો પગાર 5 લાખ રૂપિયા સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટને આપશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: વાયબ્રન્ટ ગુજરાત 2019માં ભાગ લેવા ગુજરાત આવેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ આજે સવારે વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, અહીં આવીને ખુશ છું, અને ભાવુક પણ છું. નાનપણથી જ સરદાર પટેલનો પ્રેમી છું. મારા મનમાં એવી ભાવના હતી કે ઈતિહાસે સરદાર સાથે પૂરતો ન્યાય નહોતો કર્યો જે મોદીજીએ યોગ્ય સ્થાન આપ્યું છે.

આટલું જ નહીં, સ્ટેટ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા વેકૈયા નાયડૂએ સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટને એક મહિનાનો પગાર આપવાની પણ જાહેરાત કરી હતી. નાયડૂ તેમનો એક મહિનાનો પગાર 5 લાખ રૂપિયા સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટને આપશે.ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂની સાથે ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ જોડાયા હતા. ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુનું મહાનુભાવોએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં તેઓએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, સમગ્ર દેશના ગામેગામ અને ખેડૂતો સાથે એકત્ર કરવામાં આવેલા લોખંડથી બનેલું આ સ્ટેચ્યૂ ભવિષ્યનું વિજન છે. તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેના પ્રદર્શનનું પણ અવલોકન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આજે સવારે વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ વેકૈયા નાયડૂ બપોરે વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
First published: January 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading