વાપીઃ વલસાડ જિલ્લા માં વધતી ઘર ફોડ ચોરી કરતી ગેંગ પર પોલીસ નો કોઈ પણ પ્રકાર નો ડર રહ્યો નથી તેવો માહોલ સર્જાયો છે.આ વખતે વાપીમાં ધોળે દિવસે લાખોંની ચોરી કરી તસ્કર ગેંગે પોલીસને પડકાર ફેંક્યો છે.ગુંજન પાસે આવેલા શુભ લક્ષ્મી સોસાયટીમાં ચોરીની ઘટના ધોળે દિવસે બનતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપો છે.પહેલા માળે રહેતા ભવાની નાયડુ પરિવાર બપોરે માત્ર એક કલાક માટે બહાર ગયો હતો.ત્યારે માત્ર 1 કલાક જેટલા ટૂંકા ગાળામાં ચોરી ની ઘટના બનતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ઘરમાં રાખવામાં આવેલ તિજોરીમાંથી 15 તોલા સોનાના દાગીના અને રૂપિયા 10હજારની નવી નોટ લઇ તસ્કરો ગણતરી ના સમય માં છું થઇ ગયા છે.ઘરે આવેલા ભાવની નાયડુ એ પોતાના ઘર નો નકૂજો તૂટેલો જોતા જ હેબતાઈ ગયા હતા.અને ઘર માં ચોરી થઇ ગઈ છે તેવું પારખી ગયા હતાઅને થયું પણ એવુજ આ પરિવારે જે તિજોરીમાં જીવન ભર ની મરણમૂડી એવા 15 તોલા ના સોના ચાંદી ના દાગીના ની ચોરી થઇ છે.
નાયડુ પરિવાર ના ફ્લેટ માં રાખવામાં આવેલી તિજોરીમાં રાખવામાં આવેલ ચાંદીના દાગીના તેમને તેમજ છે તો અમેરિકન ડોલર પણ સલામત છે ત્યારે એટલું તો સ્પષ્ટ છે કે ચોર ગેંગ માત્ર સોનાના દાગીનાની ચોરી કરવા આવી હતી.ઘટના ને પગલે જી આઈ ડી સી પોલીસની ટીમે તાપસ શરુ કરી છે.પોલીસે સોસાયટીમાં રાખવા માં આવેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાશ શરુ કરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર