વાપી પોલીસ પર જીવલેણ હુમલો કરનારા 14 ઇસમોની ધરપકડ

News18 Gujarati | News18 Gujarati
Updated: February 26, 2017, 4:15 PM IST
વાપી પોલીસ પર જીવલેણ હુમલો કરનારા 14 ઇસમોની ધરપકડ
વાપીઃવાપીમાં પોલીસ પર હુમલો કરીને ઢોર માર મારનાર 14 ઈસમોને વાપી ટાઉન પોલીસ ઝડપી લીધા છે.પ્રાથમિક તપાસમાં બુટલેગર દ્વારા પોલીસ પર હુમલો કરાયાનું મનાતુ હતું. જો કે આ મામલે 14 ઇસમોને ઝડપી લેવાયા છે.

વાપીઃવાપીમાં પોલીસ પર હુમલો કરીને ઢોર માર મારનાર 14 ઈસમોને વાપી ટાઉન પોલીસ ઝડપી લીધા છે.પ્રાથમિક તપાસમાં બુટલેગર દ્વારા પોલીસ પર હુમલો કરાયાનું મનાતુ હતું. જો કે આ મામલે 14 ઇસમોને ઝડપી લેવાયા છે.

  • Share this:
વાપીઃવાપીમાં પોલીસ પર હુમલો કરીને ઢોર માર મારનાર 14 ઈસમોને વાપી ટાઉન પોલીસ ઝડપી લીધા છે.પ્રાથમિક તપાસમાં બુટલેગર દ્વારા પોલીસ પર હુમલો કરાયાનું મનાતુ હતું. જો કે આ મામલે 14 ઇસમોને ઝડપી લેવાયા છે.

ગત 22 તારીખે વાપી પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા રાહુલ મેસન અને હોમગાર્ડ જયેશ નાયકા દમણથી નામધા રોડ પર એક કાર મોટા પ્રમાણમાં દારૂ લઇ વાપી તરફ આવી રહ્યા હોવાની બાતમીને પગલે વોચમાં હતા.ત્યારે મળેલી બાતમી ના આધારે આ બને એક કાર લઇ દારૂ ની ખેપ મારી રહેલ બુટલેગરો નો પીછો કરી રહી હતી.જોકે જાણ થતાજ આ ઈસમો એ પ્રાઇવેટ ગાડી મા પીછો કરી રહેલ પોલીસકર્મિઓ ની ગાડીને રોકી ને જીવલેણ હુમલો કર્યો હતો.જોકે ગાડીમાં સવાર ઇસમો પૂરી તૈયારીમા હોય તેમ તેમના અન્ય સાગરીતો પણ ત્યા પહોચી ને લાકડાના ફટકા સહિત ના હથિયારો થી પોલીસકર્મીઓને ઢોર માર મારી ને ફરાર થઇ ગયા હતા.

આ હુમલામા એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાન ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે વાપી ની હરિયા હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા . રાહુલ મેસન અને હોમગાર્ડ જયેશ નાયકાની કાર રોકી હિચકારો હુમલો કરનાર ઈસમોને ઝડપવા પોલીસે તપાસ શરુ કરી હતી.પ્રાથમિક તપાસ મા કોઈ બુટ્લેગર ગેંગ દ્વારા આ હુમલો કર્યો હોવાની આશંકા સેવાઇ રહી છે .જોકે હવે પોલીસે આ મામલે 14 આરોપીની ધરપકડ કરી લીધી છે.
First published: February 26, 2017, 4:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading