વાપી નગરપાલિકાએ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાગવ્યો, પ્લાસ્ટિક મૂક્ત અભિયાન શરૂ

News18 Gujarati
Updated: September 11, 2019, 9:28 PM IST
વાપી નગરપાલિકાએ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાગવ્યો, પ્લાસ્ટિક મૂક્ત અભિયાન શરૂ
પ્રતિકાત્મક તસવીર

આ અભિયાનને સફળતા બનાવવા અને વધુમાં વધુ લોકો અભિયાનમાં જોડાય તે માટે વાપી નગરપાલિકા દ્વારા જન જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે.

  • Share this:
ભરતસિંહ વાઢેર, વાપીઃ વાપી નગરપાલિકાથી સમગ્ર વાપી શહેરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અને પર્યાવરણની સુરક્ષા માટે વાપી નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ અભિયાનને સફળતા બનાવવા અને વધુમાં વધુ લોકો અભિયાનમાં જોડાય તે માટે વાપી નગરપાલિકા દ્વારા જન જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે. અને આગામી સમયમાં આપીને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત કરવાનું જે ધ્યેય લઈને વાપી નગરપાલિકા આગળ વધી રહી છે. તેને વાપીવાસીઓ અને વેપારીઓ પણ સમર્થન આપી પ્લાસ્ટિક મુક્ત વાપી ને સફળ બનાવવા નિર્ધાર વ્યક્ત કરી રહ્યા છે.

વાપી નગરપાલિકા દ્વારા વાપી નગરપાલિકા વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો છે.. આ માટે વાપી નગરપાલિકા દ્વારા તમામ તૈયારીઓ કરી દીધી છે.. આ અભિયાનને સફળ બનાવવા માટે વાપી નગરપાલિકા દ્વારા વેપારીઓ અને લોકોનો સહયોગ પણ માં ગ્યો છે ..અને હવે થી વાપી નગરપાલિકા વિસ્તારમાં one time use plastic પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે.. સાથે જ અભિયાનને વધુ સફળ બનાવવા દંડની પણ જોગવાઈ કરી છે.. આમ આગામી સમયમાં વાપીમાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ લગાવવાની સાથે પાલિકાએ વેપારીઓ દુકાનદારોને ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક ની થેલીઓ મળશે તેમના વિરૂદ્ધ પ્રથમ વખત ૫૦૦ રૂપિયા અને ત્યારબાદ પકડાય તો દંડની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દંડની જોગવાઈ ની સાથે વાપી નગરપાલિકા દ્વારા લોકોને સમજાવવા જનજાગૃતિ અભિયાન સરું કરી લોકો નો સહયોગ માંગી રહી છે.

મહત્વપૂર્ણ છે કે એક વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના થેલી સહિતના સામાનનો લોકો ઉપયોગ કરીને કચરામાં અને જાહેર રસ્તાઓ પર ફેંકી દે છે. જેને કારણે ગંદકી સહિત ગાય જેવા પશુઓ પણ આવી પ્લાસ્ટિકની થેલીઓ ને આરોગે છે. આથી તેમના જીવ સામે પણ જોખમ ઊભું થાય છે. સાથે જ એક અભ્યાસ મુજબ પ્લાસ્ટિકના કચરાથી પર્યાવરણને પણ મોટું નુકસાન થઇ રહ્યું છે. આ તમામ બાબતો અંગે જાગૃત કરવા પાલિકા દ્વારા પ્રયાસો કરવા માં આવી રહ્યા છે.. તો લોકો અને વેપારીઓ પણ હવે પાલિકા દ્વારા પ્લાસ્ટિક પર ના પ્રતિબંધ ને આવકારી રહ્યા છે.. અને આ અભિયાનમાં જોડાવવા અત્યારથી જ સમર્થન આપી પ્લાસ્ટિક ની જગ્યા એ કાપડ કે કાગળ ની થેલી નો ઉપયોગ કરશે તેવી નિર્ણય લઈ રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સમગ્ર દેશને એક વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના સામાનનો ઉપયોગ નહીં કરવા માટે અપીલ કરી રહ્યા છે.. અને દેશને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અભિયાન માં જોડાવવા દેશની તમામ નગરપાલિકા અને સરકારી સંસ્થાઓને પણ અપીલ કરી રહ્યા છે.. ત્યારે હવે આ અભિયાનમાં વાપી નગરપાલિકા પણ જોડાઈ અને વાપીને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન શરૂ કરી રહી છે.. આથી આગામી સમયમાં વાપી પ્લાસ્ટિક મુક્ત થાય તેવું લોકો પણ ઈચ્છા રહ્યા છે.
First published: September 11, 2019
વધુ વાંચો
अगली ख़बर