OMG: લોકડાઉનને કારણે ધંધો ઠપ્પ થતા વાપીના આ વ્યક્તિએ વેચવા કાઢી કિડની
OMG: લોકડાઉનને કારણે ધંધો ઠપ્પ થતા વાપીના આ વ્યક્તિએ વેચવા કાઢી કિડની
આકાશ ગુપ્તા
Vapi News: આ બાબતે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી અને તેઓ કિડની વેચવા માંગે છે તેવું જણાવ્યું છે. કિડની વેચી તેઓ ફરી એક વખત પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે.
ભરતસિંહ વાઢેર, વાપી: શહેરના (Vapi News) એક વ્યક્તિએ પરિવારનું ગુજરાત ચલાવવા માટે પોતાની કિડની (Kidney sale in Social media) વેચવાની તૈયારી દર્શાવી છે. આકાશ ગુપ્તા નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી અને પોતે પોતાની કિડની વેચવા માંગે છે અને કોઈએ કિડની ખરીદવી હોય તો તેઓનો સંપર્ક કરે તેવી પણ જાહેરાત કરી છે. જોકે, થોડા સમય અગાઉ મહિને ચાલીસ હજાર રૂપિયાનો સરકારને ટેક્ષ ભરી અને પોતાનો નાનો વ્યવસાય ચલાવતા વ્યક્તિ પાસે ઘર અને ગાડી બધું જ હતું. પરંતુ હવે પોતે પોતાની કિડની વેચવાન મજબૂર કેમ થયા છે.
આકાશ ગુપ્તા વાપીના મોરારજી સર્કલ પાસે પોતાના પરિવાર સાથે રહે છે. હવે તેઓ પોતાની કિડની વેચવા મજબૂત થયા છે. આથી તેઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી અને પોતાની કિડની વેચવા તૈયારી દર્શાવી છે. સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટમાં તેઓએ જણાવ્યું છે કે, કિડની વેચી અને તે પોતાના પર થયે થયેલા દેવા ચૂકવવા માંગે છે. જે બાદ ફરી વખત પોતાનો નાનકડો વ્યવસાય શરૂ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માગે છે.
સોશિયલ મીડિયામાં ફરતો પત્ર
જોકે, એક સમયે મહિને 40 હજાર રૂપિયાનો સરકારને ટેક્સ ચૂકવતા આકાશ ગુપ્તા કાપડની થેલી બનાવવાનું નાનું યુનિટ ચલાવતા હતા. પૈસે ટકે પણ સુખી હતા. તેમની પાસે ગાડી, ફ્લેટ અને હસતો રમતો પરિવાર પણ હતો. પરિવારમાં પાંચ સભ્યો છે. બે દીકરા એક દીકરી અને પત્ની સાથે તેઓ બે વર્ષ અગાઉ ખુશ ખુશાલ જીંદગી જીવતા હતા.
કોરોના કાળમાં લાંબા સમય સુધી બે વર્ષના લોક ડાઉનને કારણે આકાશ ગુપ્તાનો નાનકડો ધંધો અને આજીવિકા પડી ભાંગી. લોકડાઉનમાં ધંધો ઠપ થતાં ધંધો ચાલુ કરવા માટે લીધેલી લોન, ઘરની લોન અને ઘર ખર્ચ કાઢવા માટે તેઓને માટે મુશ્કેલ થઈ રહ્યું છે. બે વર્ષમાં કારોનાને કારણે એવી થાપટ વાગી કે, તેઓએ પોતાના પાસે રહેલો પોતાનો ફ્લેટ ગાડી અને અન્ય મોજશોખના સાધનો વેચવા પડ્યા. અત્યારે એવી દયનીય સ્થિતિમાં આવી ગયા કે, તેઓએ પોતાના પાંચ સભ્યોના પરિવારનું પેટ ભરવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે.
પિતા પુત્ર
આથી તમામ બાજુથી દેવામાં ડુબેલા અને માનસિક તણાવમાં રહેતા હોવાથી મજબૂરી વસ તેઓએ પોતાની કિડની વેચવાની તૈયારી દર્શાવી છે. આ બાબતે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી અને તેઓ કિડની વેચવા માંગે છે તેવું જણાવ્યું છે. કિડની વેચી તેઓ ફરી એક વખત પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે. દેવું ચૂકવી અને પોતાના પરિવારને ફરી એક વખત હસતો રમતો બનાવવા માંગે છે.
આકાશ ગુપ્તા શારીરિક અને માનસિક રીતે દયનીય સ્થિતિમાં મુકાયેલા પોતાના પરિવાર અને પોતાના પિતાને મદદરૂપ થવા માટે પુત્ર સુરજ ગુપ્તાએ ધોરણ 10ની પરીક્ષા પૂરી કર્યા બાદ તાત્કાલિક એક લારી પર રૂપિયા 4000 ના માસિક પગારથી નોકરી શરૂ કરી છે. અને પરિવારને મદદરૂપ થવાના પ્રયાસ કરી રહ્યા છે. જેથી તેની નાનકડી આવક પણ પરિવારમાં મદદરૂપ થઈ શકે અને તેના પિતાએ કિડની વેચવા નો વારો ન આવે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર