Home /News /gujarat /વલસાડ: બિલ્ડર-રાજકારણીએ શરુ કરી ઠગ કંપની: 42 માસમાં રૂપિયા ડબલની લાલચે કરી લાખો ઠગાઇ

વલસાડ: બિલ્ડર-રાજકારણીએ શરુ કરી ઠગ કંપની: 42 માસમાં રૂપિયા ડબલની લાલચે કરી લાખો ઠગાઇ

એસએમપીએલ નામની આ કંપનીના સંચાલકો એવા રાજકારણી ચેતન પટેલ અને બિલ્ડર વિનોદ પ્રજાપતિએ લોકો સાથે જ 33.60 લાખ રૂપિયાની ઠગાઇ કરી હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે.

એસએમપીએલ નામની આ કંપનીના સંચાલકો એવા રાજકારણી ચેતન પટેલ અને બિલ્ડર વિનોદ પ્રજાપતિએ લોકો સાથે જ 33.60 લાખ રૂપિયાની ઠગાઇ કરી હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે.

ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લામાં ફરી એક વખત એકના ડબલ કરી આપવાની લાલચ આપી લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની  પોલીસ ફરિયાદ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ વખતે  વલસાડ જિલ્લા પંચાયતના માજી સભ્ય અને એક વખત ધારાસભ્યની પણ ચૂંટણી લડી ચૂકેલા એવા એક આરોપી અને બિલ્ડર વિરૂધ્ધ રૂપિયા 33.60  લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.  પોલીસે એસએમપીએલ કંપનીના સંચાલક એવા  આરોપી બિલ્ડર વિનોદ પ્રજાપતિની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે, આ કંપનીનો માસ્ટરમાઈન્ડ એવો રાજકારણી ચેતન પટેલ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે.

માત્ર 42 મહિનામાં રુપિયા ડબલ કરવાની હતી સ્કીમ

વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ, વલસાડ નગરપાલિકાના એક માજી કર્મચારી પરિમલ જેરોમએ વર્ષ 2011માં  વલસાડ જિલ્લા પંચાયતના માજી સભ્ય અને લીલાપુરના બિલ્ડર વિનોદ પ્રજાપતિએ  સ્થાપેલી  એસએમપીએલ નામની એક રિયલ્ટી કંપનીમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. એસએમપીએલ કંપની  દ્વારા રોકાણકારોને 42 મહિનામાં એટલે કે માત્ર સાડા 3  વર્ષમાં જ તેમના રોકેલા નાણા ડબલ પરત આપવામાં આવશે અને જો  નાણાં પરત આપવામાં ન આવે તો રોકાણકારોને જમીનના પ્લોટ આપવામાં આવશે. આવી લોભામણી લાલચ આપી અનેક લોકો પાસેથી લાખો રૂપિયા એકઠા કર્યા હતા.

અમદાવાદ: પોલીસ બનવાનો શોખ ન પૂરો થતા બનાવટી PSI બિહોલા બની રૌફ જમાવતો યુવક ઝડપાયો



જોકે, વર્ષ 2011માં સ્થપાયેલી આ કંપનીની શરૂઆતમાં જે લોકોએ નાણા રોક્યા હતા તે લોકોને વર્ષ 2015માં ડબલ વળતર આપવા  સ્ટેમ્પ પેપર ઉપર લેખિતમાં નોટરી કરીને પણ ખાતરી આપી હતી. પરંતુ  મુદત વિત્યાંને  વર્ષો થયા બાદ પણ હજુ સુધી આ કંપની સંચાલકોએ રોકાણકારોને તેમણે આપેલા વચન પ્રમાણેેેે વળતર આપ્યું  નથી. એકના ડબલની વાત તો દૂર રહી પરંતુ  રોકાણકારોએ રોકેલા મૂળ રકમ  પણ પરત આપવામાં નથી આવી.

33 લાખ રૂરિપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી

આથી  વલસાડ નગરપાલિકાના એક પૂર્વ કર્મચારીએ પોતાની સાથેે આવી રીતે ઠગાઈ થઈ હોવાની, વલસાડ જિલ્લા પંચાયતના માજી સભ્ય અને વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા એસએમપીએલ કંપનીના સંચાલક એવા ચેતન મંગુભાઇ પટેલ અને લીલાપોરના બિલ્ડર વિનોદ પ્રજાપતિ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલકરી છે.આમ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી એસએમપીએલ નામની આ કંપનીના સંચાલકો એવા રાજકારણી ચેતન પટેલ અને બિલ્ડર વિનોદ પ્રજાપતિએ લોકો સાથે જ 33.60 લાખ રૂપિયાની ઠગાઇ કરી હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે.

વડોદરા: પાંચ માસ પહેલા ભાગેલા યુવતી અને સગીરા ઝડપાયા, સજાતીય સંબંધ હોવાનું કબૂલ્યું

મુખ્ય સંચાલક ફરાર

હજુ પણ પોલીસ અન્ય લોકોનો પણ સંપર્ક કરી રહી છે કે જે લોકોએઆ કંપનીમાં નાણા રોક્યા હોય અને તેમની સાથે ઠગાઇ કરી હોય તેવા લોકોને પોલીસનો સંપર્ક કરવાનું સૂચન કરવામાં આવી રહ્યયુ  છે.   આથી આગામી સમયમાં આ નામચીન ઠગબાજો એ કરેલા ઠગાઈનો આંકડો કરોડો રૂપિયાને પાર કરી જાય તેવી શક્યતા જોવાઇ રહી છે. અત્યારે તો વલસાડ સીટી પોલીસે  ફરિયાદને ગંભીરતાથી લઈ  પહેલા જ ઝાટકે એસએમપીએલ કંપનીના સંચાલક એવા  આરોપી બિલ્ડર વિનોદ પ્રજાપતિની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે, આ કંપનીનો માસ્ટરમાઈન્ડ એવો રાજકારણી ચેતન પટેલ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. આથી પોલીસે ફરાર આરોપી ચેતન પટેલની ધરપકડ માટે તપાસ તેજ કરી છે.
" isDesktop="true" id="1082612" >

મહત્વપૂર્ણ છે કે, આરોપી ચેતન પટેલ વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી  ચૂક્યા છે અને વર્ષ 2017માં યોજાયેલી વલસાડ વિધાનસભાની ચૂંટણી માં વલસાડ વિધાનસભા બેઠક પર અપક્ષ  ઉમેદવાર તરીકે ચૂંટણી પણ   લડી ચૂક્યો  છે. આમ નામચીન રાજકારણી અને એક બિલ્ડરે  લોકોને એકના ડબલ કરવાની લાલચે લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા અને ત્યારબાદ પાકતી  મુદ્દતે જે રીતે લોકોને વચન આપવામાં આવ્યું હતું તે રીતે નાણાં પરત કરવામાં આવ્યા નથી.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો