ભરતસિંહ વાઢેર, વલસાડ: જિલ્લામાં (Valsad news) બુટલેગરો પર પોલીસની લાલ આંખ છે છતાંપણ બુટલેગરો સુધરવાનું નામ નથી લેતા. ગઈકાલે એટલે કે, મંગળવારે મોડીરાત્રે વલસાડના તિથલ રોડ પર આવેલા એમ સ્ક્વેર મોલની સામેના રોડ પર મોપેડ પર વિદેશી દારૂની (man going with liquor) બાટલીઓની હેરાફેરી કરતા બે ખેપિયાઓ પુરઝડપે મોપેડ હંકારી જતા હતા. તે દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા ઝોમેટોના (Valsad Zomato man) બાઈક સવાર ડિલિવરી બોયને અડફેટે લીધો હતો. આથી ડીલીવરી બોય ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, અકસ્માતને કારણે મોપેડ પર ખુલ્લામાં જ દારૂ લઈ જઈ રહેલા ખેપિયાઓના કબજામાંથી દારૂની બોટલો રોડ પર પટકાઈ ગઇ હતી. આ જોતા રસ્તા પર થી પસાર થતા લોકો પણ એકઠા થયા હતા. જોકે, ડિલીવરી બોયની સતર્કતાથી વલસાડ પોલીસે (Valsad police) આ બંને યુવાનોને ઝડપી પાડ્યા છે.
ખેપિયાઓની કાળી કરતુત કેમેરામાં કરી કેદ
દારૂની હેરાફેરી કરી રહેલા ખેપિયાઓ રોડ પર વિખેરાયેલા દારૂના જથ્થા અને બોટલોને ફરી પાછા એકઠી કરી અને ફરાર થતાં કેમેરામાં કેદ થયા છે. ખેપિયાઓએ અડફેટે લીધેલ ડીલીવરી બોય ઈજાગ્રસ્ત થયો હોવા છતાં પણ તેણે હિંમત કરીને અને વિદેશી દારૂની હેરાફેરી કરી અને રોડ પર પડેલી દારૂની બાટલીઓને એકઠી કરી ફરાર થતાં ખેપિયાઓને મોબાઇલના કેમેરામાં કેદ કર્યા હતા. અકસ્માત સર્જયા બાદ ડિલીવરી બોયે ખેપિયાઓ પાસે ઈજાગ્રસ્ત થયો હોવાથી સારવાર અને તેને થયેલા ખર્ચાનું નુકસાનના વળતરની માંગ કરી હતી.
જોકે, તેમ છતાં ખેપીયાઓ તેને જવાબ આપ્યા વગર રસ્તા પર પડેલી દારૂની બાટલીઓને એકઠી કરી અને ફરાર થયા હતા. જોકે, ફરાર થવામાં ખેપિયાઓએ બે બે વખત દારૂનો જથ્થો ભરેલા બોક્સ મોપેડ પરથી નીચે પટકાયા હતા. તેમ છતાં શક્ય બને તેટલી દારૂની બાટલીઓ એકઠી કરી અને તેઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. આથી ઇજાગ્રસ્ત ડીલીવરી બોય બનાવ અંગે વલસાડ સિટી પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ વલસાડ સીટી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માત સર્જનાર અને દારૂની હેરાફેરી કરી અને ફરાર થઈ રહેલા બુટલેગરના ખેપીયાઓને ઝડપી પાડ્યા હતા. આ ખેપિયાઓ થોડે દૂર જઈ અને દારૂ સંતાડી ભાગવા જતા હતા ત્યારે જ પોલીસ પહોંચી ગઈ અને બંને ને દબોચી લીધા હતા. તેમની વિરુધ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, અકસ્માતને કારણે ઈજાગ્રસ્ત થયેલા ડીલીવરી બોયે વિદેશી દારૂની હેરાફેરી અને રોડ પર પટકાયેલી રોડ પર દારૂની બોટલોને ફરી એકઠી કરી અને ઘટના સ્થળેથી ફરાર થઇ રહેલા ખેપિયોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
વલસાડમાં બુટલેગરો દારુની બિન્દાસ્ત હેરાફરી કરતા કેમેરામાં કેદ થયા છે..શહેરના એમ સ્ક્વેર મોલ નજીક બાઈક પર દારુની હેરાફેરી કરતા બે બુટલેગરોએ ઝોમેટો ડિલવરી બોયને ટક્કર મારીઅકસ્માતમાં બુટલેગરો પાસે રહેલ દારુની બોટલ રોડ પર પટકાઈ હતી. pic.twitter.com/BgvrB6JtVr
વલસાડ શહેરમાં જાહેર રસ્તાઓ પર એક મોપેડ પર ખુલ્લામાં જ વિદેશી દારૂના બોક્સની હેરાફેરી કરતા આવા બુટલેગરો અને ખેપિયાઓ જાણે વલસાડ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લામાં બેખોફ બની રહેલા બુટલેગરોની સાન ઠેકાણે લાવવામાં આવે અને તેમને કાયદાનું ભાન કરાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. જોકે, અત્યારે તો વલસાડના તિથલ રોડ પર મોડી રાત્રે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર