Home /News /gujarat /

તંત્ર સતર્ક અને પ્રજા મસ્ત! તિથલ બીચ પર મોટી સંખ્યામાં લોકો મજા માણવા થયા ભેગા

તંત્ર સતર્ક અને પ્રજા મસ્ત! તિથલ બીચ પર મોટી સંખ્યામાં લોકો મજા માણવા થયા ભેગા

તિથલ

આજે વહેલી સવારથી જ રાજ્યનાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.

  અરબી સમુદ્રમાં (Arebian Sea) ઉઠેલા તૌક્તે વાવાઝોડાના (Tauktae Cyclone) પગલે વલસાડ (Valsad) જિલ્લામાં 16, 17 અને 18 મેના રોજ વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી (weather forecast) વચ્ચે તંત્ર સતર્ક થઇ ગયું છે. શનિવારે સાંજે કાળા ડિબાંગ વાદળો છવાઇ ગયા હતા આ સાથે વાતાવરણમાં પલટો આવતા સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ, પારડી, વાપી અને ઉમરગામ તાલુકાના પશ્ચિમ પટ્ટીના દરિયામાં મોજાનો તીવ્ર કરન્ટ જોવા મળ્યો હતો. આ જોતા આસપાસનાં 84 ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. રવિવારે રાત્રે 40થી 50 કિલોમિટરની ઝડપે વલસાડ જિલ્લાના કાંઠાના ગામોમાં પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. એકબાજુ તંત્ર સતર્ક છે અને લોકોને દરિયા તરફ ન જવા સૂચના આપી રહ્યુ છે. તો બીજી તરફ તિથલ બીચ (Tithal Beach) ઉપર વહેલી સવારમાં લોકો મજા માણી રહ્યાના દ્રશ્યો સામે આવ્યાં હતા. જોકે, થોડા જ સમયમાં આ લોકોને તંત્રએ બીચ પરથી સુરક્ષિત જગ્યાએ જવાનાં આદેશ આપ્યાં હતા.

  ન્યૂઝ18ગુજરાતીના અહેવાલની અસર

  આજે વહેલી સવારથી જ રાજ્યનાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે લોકો પોલીસની ગેરહાજરીનો લાભ લઈ સ્થાનિકો તિથલ બીચ પર ભેગા થયા હતા. ન્યૂઝ18ગુજરાતીની ટીમે તિથલના દરિયા કિનારે પહોંચી અને ત્યાંનો અહેવાલ પ્રસારીત કરતાં પોલીસ દોડતી થઇ હતી. જે બાદ પોલીસ મોટી સંખ્યામાં દરિયા કિનારે પહોંચી હતી. ત્યાં ભેગા થયેલા લોકોને કિનારેથી દૂર જવા સૂચના આપી હતી.  તૌક્તે વાવાઝોડાએ બદલ્યો માર્ગ, હવે ગુજરાતના આ વિસ્તારમાંથી થશે પસાર

  કોવિડ દર્દીઓનું ધ્યાન રાખવાના આદેશ

  વલસાડ કલેકટર આર.આર.રાવલે મામલતદારો,તલાટી,સરપંચો સાથે બેઠક કરી સંભવિત ચક્રવાતથી સુરક્ષિત રહેવા ગામોમાં 89 આશ્રય સ્થાનો નક્કી કરી તૈયાર રાખવા સૂચના આપી હતી. કાંઠાના ગામોમાં કોવિડના 35 દર્દીનું ધ્યાન રાખવા તાકીદ જિલ્લાની દરિયાઇ પટ્ટીના ગામોમાં કોવિડના 35 દર્દીઓ હોવાનું ધ્યાને આવતા કલેકટરે આ દર્દીઓની સંભાળ લેવા અને જરૂર પડ્યે તેમને શિફ્ટ કરવા તૈયારી કરવા જણાવ્યું હતું.

  વડોદરા: બંધ મકાનમાંથી મળી માતા અને દીકરીની લાશ, દુર્ગંધ આવતા પાડોશીએ પોલીસને કરી જાણ

  કચ્છ અને દિવમાં ભારે વરસાદની આગાહી

  વાવઝોડાના કારણે કેરળ,કર્ણાટક,ગોવા, ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારમાં વરસાદ થશે. કચ્છ અને દિવના વિસ્તારમાં ભારે વરસાદની અગાહી હવામાન વિભાગે કરી છે. તેમજ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે પહોંચશે. જેના કારણે ગીર સોમનાથ,જૂનાગઢ, અમરેલી, પોરબંદરના વિસ્તારમાં 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. વાવઝોડાના કારણે દરિયામાં મોજાની તીવ્રતા વધશે. દરિયા કિનારે કરંટ જોવા મળશે. દરિયાના મોજા 1થી 2 મીટર ઉંચા ઉછળશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

  ગરમી-બફારામાં ઓઇલી વાળથી પરેશાન થઇ રહ્યાં છો? તો અજમાવો આ Quick Tips  NDRFની ટીમ તૈનાત

  તૌકતે વાવાઝોડાનો સામનો કરવા માટે NDRFએ શનિવારે ટીમોની સંખ્યા 53થી વધારીને 100 કરી દીધી હતી. તે પૈકીની 42 ટીમોને કેરળ, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં તૈનાત કરી દેવામાં આવી છે અને 26ને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તે સિવાય 32 ટીમોને બેકઅપમાં રાખવામાં આવી છે જેને જરૂર પ્રમાણે એરલિફ્ટ કરીને મોરચે લગાવવામાં આવશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: NDRF, Tauktae, Tauktae cyclone, Tithal Beach, Valsad, ગુજરાત, હવામાન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन