Home /News /gujarat /

વલસાડ : માત્ર બે દિવસની માસુમ ત્યજી દેવાયેલી બાળકી મળી, શરીર પર અસંખ્ય કીડીઓ ચોંટી ગઇ હતી

વલસાડ : માત્ર બે દિવસની માસુમ ત્યજી દેવાયેલી બાળકી મળી, શરીર પર અસંખ્ય કીડીઓ ચોંટી ગઇ હતી

પ્રતિકાત્મક તસવીર

ઝાડી, ઝાંખરા અને કીચડ વાળી જગ્યાએ કોઇ નિષ્ઠુર માતા પોતાની નવજાત બાળકીને ત્યજીને ફરાર થઈ ગઈ, બાળકીને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી પારડી પોલીસે હાથ ધરી

    ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ગામમાં મોડી રાત્રે ઝાડી ઝાંખરા અને કીચડ વાળી જગ્યામાં કોઈ નિષ્ઠુર માતા પોતાની માત્ર બે જ દિવસની માસુમ નવજાત બાળકીને ત્યજીને ફરાર થઈ જતા ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ થતાં જ પારડી પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી છે.

    વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ગામના છેવાડે વારે ખૂબ જ જાણીતી અને વૈભવી જીવનશૈલી ધરાવતી અવધ યુટોપીયા નામનો સોસાયટી વિસ્તાર આવેલો છે. ટાઉનશિપની બાજુમાં જ આંબાવાડી જેવી જગ્યામાં ઝાડી, ઝાંખરા અને કીચડ વાળી જગ્યાએ કોઇ નિષ્ઠુર માતા પોતાની નવજાત બાળકીને ત્યજીને ફરાર થઈ ગઈ હતી. અવધ યુટોપીયામાં મજુરી કરવા આવેલા એક શ્રમજીવીને જગ્યા નજીક રાત્રે બાળકીનો રડવાનો અવાજ સાંભળ્યો હતો. આથી તેણે સ્થાનિક લોકોને વાત કરી હતી. આ પછી વાત પારડી પોલીસ સુધી પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઝાડી, ઝાંખરા, કીચડમાં ત્યજી દેવાયેલી માત્ર બે દિવસની બાળકીનો કબજો લીધો હતો.

    આ પણ વાંચો - વલસાડ : કાળમુખી ગુડસ ટ્રેનની ટક્કરથી 11 ગાયોના કરૂણ મોત, દૂર દૂર સુધી ફંગોળાઇ

    મોડી રાત્રે વરસાદી છાંટાને કારણે બાળકી પર કીચડ ચોંટી ગયો હતો અને સાથે જ ઝાડી ઝાંખરા વાળા જગ્યામાં હોવાથી શરીર પર અસંખ્ય કીડીઓ પણ ચોંટી ગઇ હતી. આથી બાળકીની હાલત ખૂબ જ દયનીય હતી. પારડી પોલીસે તાત્કાલિક બાળકીનો કબજો લઇ વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. અત્યારે આ બાળકી વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

    પારડી પોલીસે આ સમગ્ર પ્રકરણમાં પ્રથમ બાળકીને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ દાખલ કરી અને બાળકીની માતાને શોધવા માટે તપાસ હાથ ધરી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Crime news, Valsad, Valsad Crime news, Valsad latest gujarati news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन