ભરતસિંહ વાઢેર, વલસાડ : જિલ્લામાં ગૌ તસ્કરો બેફામ બન્યા છે. ગઈ મોડીરાત્રે વલસાડ જિલ્લાના પારનેરા ગામમાં ગૌ તસ્કરોએ એક ગાયને બેહોશ બનાવી તેને ગાડીમાં ભરી અને ફરાર થઈ ગયા હતા. તે વખતે જ પોલીસની ટીમે ગાયને ઉઠાવીને ફરાર થઈ રહેલા ગૌ તસ્કરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. બેફામ બનેલા તસ્કરોએ પોલીસની ટીમ પર પણ ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આથી વલસાડ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતે વાત કરીએ તો, છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લામાં ગૌ તસ્કરીના કેસો વધી રહ્યા છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ગૌ તસ્કરો ત્રાટકે છે અને રસ્તા ઉપર બેસેલી ગૌવંશને ઇન્જેક્શન આપી અને બેહોશ કરીને ત્યારબાદ નિર્દયતાપૂર્વક તેમને ગાડીઓમાં ભરી અને મોડી રાત્રે ફરાર થઈ જાય છે.
મોરબી: અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા 4 યુવાનોનાં મોત, મૃૃતકોમાં બે સગા ભાઈ અને સાળો-બનેવી શામેલ
અત્યાર સુધી આવી અનેક ઘટનાઓ બની ચુકી છે. ત્યારે વધુ એક કિસ્સો ગઇકાલે વલસાડ જિલ્લાના પારનેરા ગામમાં બન્યો હતો. પારનેરા ગામના જાહેર રસ્તા પર બેઠેલી કેટલી ગૌવંશને તસ્કરોએ ઇન્જેક્શન મારી અને બેહોશ કરી અને ત્યારબાદ તેમને ગાડીમાં ભરી અને ફરાર થઈ રહ્યા હતા.
વડોદરાની હૃદયદ્રાવક ઘટના! 63 વર્ષની ઉંમરે સમાજની યુવતી સાથે કર્યા લગ્ન, ઘરે પહોંચતા જ દુલ્હનનું થયું મોત
જોકે એ વખતે જ પોલીસની ટીમ ત્યાં પહોંચી જતા ગૌવંશને ગાડીમાં ભરી અને ફરાર થઈ રહેલા ગૌ તસ્કરોને રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બેફામ બનેલા તસ્કરોએ પોલીસની ટીમ પર પણ ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો.
મોડી રાત્રે બનેલી આ સમગ્ર ઘટના ઘટના બાજુમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આથી પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે ગૌ તસ્કરો સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે .
Published by:Kaushal Pancholi
First published:January 28, 2021, 12:22 pm