મોહન ડેલકર આપઘાત: 'બાપુ'એ લીધી પરિવારની મુલાકાત, કહ્યું- સ્યૂસાઇડ નોટમાં જેમના નામ હોય તેમની સામે કાર્યવાહી કરવી જોઇએ

મોહન ડેલકર આપઘાત: 'બાપુ'એ લીધી પરિવારની મુલાકાત, કહ્યું- સ્યૂસાઇડ નોટમાં જેમના નામ હોય તેમની સામે કાર્યવાહી કરવી જોઇએ
અત્યાર સુધીમાં મોહન ડેલકરના  આપઘાત મામલે રાજકારણ ગરમાઈ ચૂક્યું છે. અત્યાર સુધી શિવસેના, કોંગ્રેસ-એનસીપી અને  આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા મોહન ડેલકર ના પરિવારની મુલાકાત લઇ આવ્યા છે.

અત્યાર સુધીમાં મોહન ડેલકરના  આપઘાત મામલે રાજકારણ ગરમાઈ ચૂક્યું છે. અત્યાર સુધી શિવસેના, કોંગ્રેસ-એનસીપી અને  આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા મોહન ડેલકર ના પરિવારની મુલાકાત લઇ આવ્યા છે.

  • Share this:
    ભરતસિંહ વાઢેર, સેલવાસ : સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના (Mohan delkar) આપઘાત (Suicide) મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે. આજે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ  વાઘેલાએ (Shankarsinh Vaghela) સ્વ.મોહન ડેલકરનાં પરિવારની  મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ સ્વ. મોહન ડેલકરને શ્રદ્ધાંજલી પાઠવી હતી અને તેમના પરિવારને મળી તેમને સાંત્વના આપી હતી. શંકરસિંહ વાઘેલાએ મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકર  સાથે એકલા બેસી અને ચર્ચા  પણ કરી હતી.

    ત્યારબાદ મીડિયા સાથેની વાતમાં શંકરસિંહ વાઘેલાએ મોહન ડેલકરના આપઘાતના મુદ્દે ભાજપ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણના પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા હતા. મોહન ડેલકરે કરેલા આપઘાત માટે જવાબદાર લોકો વિરુદ્ધ  કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. મહત્વપૂર્ણ છે કે, થોડા દિવસો અગાઉ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે મુંબઈના મરીન ડ્રાઈવની એક હોટલમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.





    ત્યારબાદ 15 પાનામાં લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી હતી.. એ સુસાઇડ નોટમાં તેમને મોત  માટે જવાબદાર લોકોના નામ પર લખ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે . ત્યારે શંકરસિંહ વાઘેલાએ આજે સ્વ.મોહન ડેલકરના આપઘાત મામલે કેન્દ્ર સરકારની સાથે સાથે મહારાષ્ટ્ર સરકારને પણ રજૂઆત કરી મોહન ડેલકરના મોત મામલે જવાબદાર તમામ આરોપીઓની  તાત્કાલિક ધરપકડ કરી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

    અસારવામાં BJP પેનલ જીતે તે માટે આ ભાઇએ રાખી આકરી બાધા, માતાજીના મંદિરે આળોટતા આળોટતા ગયા

    અત્યાર સુધીમાં મોહન ડેલકરના  આપઘાત મામલે રાજકારણ ગરમાઈ ચૂક્યું છે. અત્યાર સુધી શિવસેના, કોંગ્રેસ-એનસીપી અને  આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા મોહન ડેલકર ના પરિવારની મુલાકાત લઇ આવ્યા છે. મોહન ડેલકરને શ્રદ્ધાંજલી પાઠવી તેમના પરિવારને તમામ સહયોગની ખાતરી આપી હતી. સાથે અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા મોહન ડેલકરના મોત મામલે ઊંડાણપૂર્વક અને તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. હવે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના રાજકારણમાં મોટું માથું એવા શંકરસિંહ વાઘેલાએ પણ મોહન ડેલકરના મોત મામલે ભાજપ પર ગંભીર આક્ષેપો સાથે  ઊંડાણપૂર્વક તપાસની માંગ  કરી અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.



    તેમના પરિવારને મળ્યા બાદ શંકરસિંહ વાઘેલા દાદર નગર હવેલી ભાજપના અગ્રણી એવા ફતેસિંહ ચૌહાણના ઘરે જઈ અને ફતેસિંહ સાથે પણ મુલાકાત કરી હતી.



    આમ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં શંકરસિંહ વાઘેલાની આજની મુલાકાત દરમિયાન શંકરસિંહ વાઘેલાએ  સ્વ. મોહન ડેલકરના પરિવારને મળ્યા બાદ ભાજપનાા અગ્રણી ફતેસિંહ ચૌહાાણના ઘરે જઈ અને તેમની પણ મુલાકાત કરતા આજેેેે શંકરસિંહ વાઘેલાની સેલવાસની મુલાકાત ચર્ચાસ્પદ રહી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:March 07, 2021, 15:05 pm

    ટૉપ ન્યૂઝ