Home /News /gujarat /

વલસાડમાં ચમત્કારિક ઘટના! મૃત નવજાત બાળકીને સ્મશાન લઇ જતા જ થઇ જીવિત, પરિવારમાં હર્ષનો માહોલ

વલસાડમાં ચમત્કારિક ઘટના! મૃત નવજાત બાળકીને સ્મશાન લઇ જતા જ થઇ જીવિત, પરિવારમાં હર્ષનો માહોલ

ગામના સરપંચને અંદાજ આવી જતા તરત બાળકીને 108માં વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે

Valsad news: સાતમા માસે બાળકીને જન્મ આપ્યો હતો જેથી તેનું વજન ઓછું હોવાથી કાચની પેટીમાં રાખી હતી.

    Valsad News: વલસાડ : ધરમપુર નજીકના પાનવા ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતા એ સાતમા મહિને બાળકીને (dead newborn baby girl ) જન્મ આપ્યો હતો. તેનું વજન ઓછું હોવાથી 6 દિવસ દવાખાનામાં પેટીમાં રાખી હતી. જે બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. જેથી પરિવારજનોએ સ્મશાનમાં ખાડો ખોદીને અંતિમવિધિ શરૂ કરી હતી. પરંતુ ત્યારે જ પિતાના હાથમાં રહેલી બાળકીનું હલનચલન થવા લાગ્યુ હતુ. જે બાદ બાળકીએ આંખો ખોલતા પરિવારજનો આશ્રચર્યચકિત થઇ ગયા હતા.

    સાતમા માસે જન્મી હતી દીકરી

    ધરમપુરના પાનવા ગામમાં રેહતા જયમતીબેન અજયભાઈ ચૌધરીએ ધરમપુરની જનની હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. સાતમા માસે બાળકીને જન્મ આપ્યો હતો જેથી તેનું વજન ઓછું હોવાથી કાચની પેટીમાં રાખી હતી. પડશે એવું પરિવારને જણાવી બાળકીને સતત 6 દિવસ સારવાર આપીને ડોક્ટરે બાળકી મૃત હોવાનું જણાવી તમારા સાગા-સંબંધીને બોલાવી લો એમ કહી બાળકીનો કબજો આપી દીધો હતો. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

    આ પણ વાંચો - સાચવજો! ગુજરાતમાં હજુ વધશે ગરમી, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી

    અચાનક બાળકી હલવા લાગી

    બાળકીને સ્મશાનમાં લઇ જઇ જમીનમાં ખાડો ખોદી તેની અંતિમ વિધિ કરવાની તૈયારી ચાલતી હતી. ત્યાં અચાનક પિતાએ હાથમાં પકડેલી બાળકીએ હલન ચલન કરીને આંખ ખોલી હતી. જેથી હાજર તમામ લોકોને હર્ષની સાથે અચંબો થયો હતો. ગામના સરપંચને અંદાજ આવી જતા તરત બાળકીને 108માં વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં એક દિવસની સારવાર આપ્યા બાદ પરિવારે બાળકીને ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં એન આઈ સી યુમાં રાખી છે. હાલ તેની સ્થિતિ સુધારા ઉપર છે.



    થોડા સમય પહેલા પણ આવો એક કિસ્સો ચર્ચામાં આવ્યો હતો. મિશિગનમાં 20 વર્ષનાં એક છોકરાએ મોતને પણ માત આપી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, માઇકલ પ્રુઇટ નામનો યુવા પોતાનાં પરિવારની સાથે ટેલરમાં રહેતો હતો. લિવોનિયામાં તે પોતાનાં સાવકા પિતાની સાથે કામ કરી રહ્યાં હતાં. આ દરમ્યાન તેને વિજળીનો કરંટ લાગ્યો. કરંટ લાગવાથી તેનાં શ્વાસ બંધ થઇ ગયા હતાં. અંદાજે 20 મિનિટ સુધી તેનો શ્વાસ બંધ રહ્યો. પરંતુ ડૉક્ટરોની ટીમે તેને વિજળીનો ઝટકો આપીને પરત જીવતો કરી દીધો. જીવતો થયા બાદ પ્રુઇટે કહ્યું કે, મને ધાતુની સીડી લઇ જતા હોવાનું યાદ છે પરંતુ ત્યાર બાદ શું થયું એ યાદ નથી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: OMG, ગુજરાત, વલસાડ

    આગામી સમાચાર