વલસાડમાં તુલસી નદી પર કોઝ વે ધોવાયો, ઉમરગામમાં 9.11 ઇંચ વરસાદ

News18 Gujarati
Updated: July 8, 2019, 10:37 AM IST
વલસાડમાં તુલસી નદી પર કોઝ વે ધોવાયો, ઉમરગામમાં 9.11 ઇંચ વરસાદ
વલસાડના કપરાડા તાલુકાની ઘટના, રવિવારે ભારે વરસાદના કારણે કોઝ વે પર પાણી ફરી વળ્યા હતા.

વલસાડના કપરાડા તાલુકાની ઘટના, રવિવારે ભારે વરસાદના કારણે કોઝ વે પર પાણી ફરી વળ્યા હતા.

  • Share this:
ભરતસિંહ વાઢેર, વાપી : વલસાડના કપરાડા તાલુકામાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેરઠેર નુકશાનીના દૃશ્યો સામે આવી રહ્યાં છે. વલસાડના કપરાડા તાલુકામાં ગઈકાલે વરસેલા 9 ઇંચ જેટલા વરસાદના કારણે તુલસી નદી પર આવેલો કોઝ-વે ધોવાઈ ગયો હતો. કોઝ વે પરથી પાણી ઓસરતા નુકશાનીના દૃશ્યો સામે આવ્યા હતા.

કોઝ વે ધોવાઈ જતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિકોની માંગ છે જે તાત્કાલિક ધોરણે તેનું સમારકામ કરવામાં આવે. કો ઝ વે ધોવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે જ્યારે સ્થાનિકોને ચાલીને જવાની ફરજ પડી રહી છે. ગઈકાલે આ કોઝ વે પર વરસાદના પાણી ફરી વળ્યા હતા. આજે પાણી ઓસર્યા બાદ કોઝ વે ધોવાયેલો નજરે જોવા મળે છે.

આ પણ વાંચો : સરદાર સરોવરમાં 22,000 ક્યુસેક પાણીની આવક, ડેમની સપાટી 121 મીટરે પહોંચી

છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલો વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં 9.11 ઇંચ, વાપીમાં 5.7 ઇંચ, કપરાડામાં 4.11 ઇંચ, ખેરગામમાં 4.08 ઇંચ, પારડીમાં 3.2 ઇંચ, ધરમપુરમાં પોણા ત્રણ ઇંચ, ચિખલીમાં 2.5 ઇંચ, વલસાડ શહેરમાં 2.5 ઇંચ, સંખેડામાં પોણા બે ઇંચ, ડભોઈમાં પોણા બે ઇંચ, ગણદેવીમાં 1.5 ઇંચ, વરસાદ વરસ્યો હતો.

ગઈકાલે આ કોઝવે પર જ્યારે પુર આવ્યું ત્યારનું દૃશ્ય
આ પણ વાંચો :  દક્ષિણ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો, 24 કલાક ભારે વરસાદની આગાહી

20 જિલ્લામાં વરસાદ
રાજ્યમાં 24 કલાક દરમિયાન નોંધાયેલા વરસાદ મુજબ 20 જિલ્લાના 68 તાલુકામાં 1 મિ.મી.થી લઈને 236 મિ.મી વરસાદ નોંધાયો હતો. અત્યારસુધીમાં રાજ્યના 251 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જ્યારે જૂલાઈમાં અવેરજે પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. અત્યારસુધીમાં રાજ્યમાં સિઝનનો 23.41 ટકા વરસાદ નોંધાયો છે.
First published: July 8, 2019
વધુ વાંચો
अगली ख़बर