વલસાડ : જીગ્નેશ મેવાણી સામે શાળાએ કરેલા કેસમાં આગોતરા જામીન નામંજૂર

News18 Gujarati
Updated: July 18, 2019, 4:07 PM IST
વલસાડ : જીગ્નેશ મેવાણી સામે શાળાએ કરેલા કેસમાં આગોતરા જામીન નામંજૂર
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ફાઇલ તસવીર

વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ વલસાડ સિટી પોલીસમાં આર.વી.એમ. શાળાના નામે ફેક વીડિયો વાયરલ કરવાની ફરિયાદ નોંધાઈ હતી.

  • Share this:
ભરતસિંહ વાઢેર, વલસાડ : વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જીગ્નેશ મેવાણીએ વલસાડની આરએમ વીએમ સ્કુલના નામે વિદ્યાર્થીને માર મારતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જોકે, બાદમાં વિવાદ વકરતા મેવાણીએ ટ્વીટ ડિલીટ કર્યુ હતું. મેવાણીએ પીએમઓ પાસેથી વિદ્યાર્થી સાથે શાળાના આવા વર્તન બદલ ખુલાસો માંગ્યો હતો. જોકે, બાદમાં વિવાદ વકરતા લોકોને પૂછ્યું હતું કે આ વીડિયો ઇજીપ્તનો છે કે વલસાડનો? આ મામલે શાળાએ મેવાણી સામે વલસાડમાં પોલીસ ફરિયાદ કરી હતી, જેના અનુસંઘાનમાં મેવાણીએ આગતરા જામીનની અરજી કરી હતી. આજે વલસાડ કોર્ટે મેવાણીની આગતોરા જામીનની અરજી ફગાવી છે.

આ મામલે શાળાએ મેવાણી વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલો મે મહિનાનો છે. જ્યારે ટ્વીટર પર મેવાણીએ આ વીડિયો પોસ્ટ કર્યો ત્યારે શાળાએ ખુલાસો આપ્યો હતો કે આ વીડિયો અમારી શાળાનો નથી અને અંતે શાળાએ પોલીસ ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો : જે પ્રેમ ન કરી શકે તે ક્રાંતિ ન કરી શકે, આંતરજ્ઞાતિય લગ્ન કરવા જ : મેવાણી

મેવાણીએ કહ્યું હતું FIR ટકી નહીં શકે

જીગ્નેશ મેવાણીએ વિદ્યાર્થીને માર મારતો વીડિયો મે મહિનામાં ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો.


જ્યારે સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો ત્યારે જીગ્નેશ મેવાણીએ પ્રક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ફરિયાદ પાયા વગરની એટલા માટે છે કે આ પ્રમાણેનો વીડિયો મારી સમક્ષ આવ્યો છે. આ વીડિયો વલસાડનો છે કે ઇજીપ્તનો છે ? શું કોઈ મને જણાવી શકે ? શું મને કોઈ જણાવી શકે મેં સીધો આક્ષેપ નથી કર્યો તે છતાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. છતાં મે શાળાના સંચાલકોને માઠું ન લાગે તેથી મેં માફી માંગી હતી. તેમ છતાં ગુનો દાખલ થયો હોવાથી આ એફઆઈઆર ટકી શકશે નહીં.
First published: July 18, 2019, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading