1200થી વધુ કર્મીઓએ 24 કલાકમાં તૈયાર કર્યો ભરૂચમાંથી પસાર થતો 2 કિમીનો હાઇવે, 4 વિશ્વ રેકોર્ડ નોંધાયા

ગુજરાતમાં 423 કિમીનો 8 લેન એક્સ્પ્રેસ-વે 35100 કરોડના ખર્ચે બનાવાઈ રહ્યો છે.

Bharuch News: ગુજરાતમાં 423 કિમીનો 8 લેન એક્સ્પ્રેસ-વે 35100 કરોડના ખર્ચે બનાવાઈ રહ્યો છે.

 • Share this:
  ભરુચ: વડોદરા - મુંબઈ એક્સપ્રેસ-વેનું (Vadodara - Mumbai Express highway) હાલ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતના ભરૂચમાં (Bharuch) માર્ગના નિર્માણની કામગીરીને લઈ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (Golden Book of world record) ચાર રેકોર્ડ નોંધાયા છે. ભરૂચના મનુબર-સાંપા-પાદરા રોડના ભાગ પર 24 કલાકમાં 2 કિમી લાંબા રસ્તાનું નિર્માણ કરવામાં આવતા રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.

  24 કલાકમાં બે કિમી રસ્તો તૈયાર કરાયો

  દિલ્હીથી વડોદરા (Delhi To Vadodara) અને વડોદરાથી મુંબઈ (Vadodara to Mumbai) તરફ જતો 8 લેઈન સિમેન્ટ ક્રોકીંટનો રસ્તો ભરૂચ તાલુકાના દયાદરા નજીકથી પસાર થાય છે. આ રોડ નિર્માણમાં દુનિયામાં અભૂતપુર્વ ઘટના બની હતી જેમાં માત્ર 24 કલાકના સમય દરમ્યાન બે કીલોમીટર જેટલો રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો.

  1200 કરતા વધુ કર્મીઓએ કર્યું કામ

  આ અંગેની માહિતી રસ્તો બનાવનાર પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચર વડોદરાના એમ.ડી. અરવિંદ પટેલે આપી હતી. તેમણે મીડિયા સાથે કરેલી વતચીત પ્રમાણે, 12000 કયુબીક મીટર પેવમેન્ટ કોલેટી ક્રોકીંટ રસ્તો તૈયાર કરાયો હતો.જે અંગે સ્લીપફોમ પેવર મશીન (Slip-foam Paver Machine) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રોડની જાડાઈ 18.75 મીલીમીટર છે. તેમજ આ રસ્તાના નિર્માણ અંગે આશરે 1200 કરતા વધુ શ્રમિકો અને એન્જીનીયરો કામે લાગ્યા હતા. આ વિશ્વ રેકોર્ડ કરનાર રસ્તો ભરૂચના મનુબર-સાંપા સેકશન વચ્ચે બનાવાયો હતો.  24 કલાકમાં ચાર રેકોર્ડ નોંધાયા

  1. પ્રથમ રેકોર્ડ સૌથી વધુ 14641.43 ક્યૂબિક મીટર સિમેન્ટ કોન્ક્રીટના ઉત્પાદનનો નોંધાયો
  2. બીજો રેકોર્ડ 14527.50 ક્યૂબિક મીટર સિમેન્ટ કોન્ક્રીટના ઉપયોગનો નોંધાયો
  3. ત્રીજો રેકોર્ડ એક ફૂટ જાડા અને 18.75 મીટર પહોળા એક્સપ્રેસ-વેના નિર્માણનો નોંધાયો
  4. ચોથો રેકોર્ડ સૌથી વધુ રિજિડ પેવમેન્ટ ક્વોલિટીને સૌથી વધુ વિસ્તારમાં ફેલાવવા માટે સ્થપાયો.  દિલ્હી-મુંબઈ વચ્ચેનો મુસાફ્રીનો સમય ઓછો થશે

  નોંધનીય છે કે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાંથી પસાર થતાં દિલ્હી-મુંબઈ એક્સ્પ્રેસ-વેની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, 98,000 કરોડના ખર્ચે 1380 કિમી લાંબો દેશનો સૌથી લાંબો એક્સ્પ્રેસ-વે તૈયાર થઈ રહ્યો છે. દિલ્હી-મુંબઈ વચ્ચેનો મુસાફ્રીનો સમય 24 કલાકથી ઘટીને 13 કલાકનો થઈ જશે. ગુજરાતમાં 423 કિમીનો 8 લેન એક્સ્પ્રેસ-વે 35100 કરોડના ખર્ચે બનાવાઈ રહ્યો છે. માર્ચ-2022 સુધીમાં વડોદરા-અંકલેશ્વરનો 100 કિમીનો હિસ્સો વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે.
  Published by:Kaushal Pancholi
  First published: