ઉકાઈ ડેમના 11 દરવાજા ખોલાયા, સુરતીઓને તાપી નદી કાંઠે ન જવા સૂચના

ગત 2015ના વર્ષમાં ડેમના દરવાજા ખોલાયા હતા ત્યારબાદ ફરી દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા ગામોને એલર્ટ જાહેર કરાયા છે.

ગત 2015ના વર્ષમાં ડેમના દરવાજા ખોલાયા હતા ત્યારબાદ ફરી દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા ગામોને એલર્ટ જાહેર કરાયા છે.

 • Share this:
  નરેન્દ્ર ભુવેચિત્રા, તાપી- સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની જળસપાટીમાં ઉત્તરો ઉત્તર વધારો નોંધાવા પામ્યો છે. જેને પગલે ડેમના સત્તાધીશો દ્વારા ઉકાઈ ડેમનું રુલ લેવલ મેન્ટેન કરવા ડેમના 22 દરવાજા પૈકી 11 દરવાજા ખોલી ડેમમાંથી 50 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે.

  સુરતના કલેક્ટર ફરી ઓડિયો કિલપ કરી જાહેર કર્યો છે, જેમાં તેઓએ જણાવ્યું કે હાલ ડેમની સપાટી 330.47 ફૂટ પર પોહચી છે, હાલ ડેમમાં 5.47 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. હાલ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહીયું છે. શહેરના લોકોને ગભરાવાની જરૂર નથી, લોકોને તાપી નદીના કિનારા પર નહીં જવાની કરી અપીલ કરવામાં આવે છે.

  રાતે 10 વાગ્યા સુધીમાં ઉકાઈ ડેમ અપડેટ

  લેવલ - 330.80 ફૂટ ઇન ફ્લો, 5,54,000 ક્યુસેક, 1,25,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, 12 ગેટ 5 ફૂટે ખોલવામાં આવ્યા, 01 ગેટ 3 ફૂટે ખોલવામાં આવ્યો, કુલ 13 ગેટ ખોલવામાં આવ્યા અને હાઇડ્રોના ચાર યુનિટ ખોલી સવા લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે.

  દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાયો છે. ડેમ પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે ડેમના 22 દરવાજા પૈકી 1 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમની હાલ ની સપાટી 330 ફૂટ પર પોહચી છે ડેમમાં 6 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઇ છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ VIDEO: 10 મિનિટમાં જુઓ ગુજરાતમાં પડેલા ભારે વરસાદના સમાચાર

  ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમના દરવાજા ગત 2015ના વર્ષમાં ખોલવામાં આવ્યા હતા, જે બાદ ચાલુ વર્ષે પ્રથમવાર ખોલતા ડેમનો રમણીય નજારો જોવા આજુબાજુ વિસ્તારના લોકો પોહચી ગયા હતા. તો પ્રશાસન દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.

  સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે એક ઓડિયો મેસેજ જાહેર કરીને ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તેવી જાહેરાત કરી છે. સાથે સાથે કલેક્ટરે એવું પણ કહ્યું છે કે પાણી છોડવાથી સુરત શહેરને કોઈ ખતરો નથી. આથી કોઈએ ખોટી અફવા ફેલાવવી નહીં.

  ઓડિયો સંદેશમાં શું કહેવામાં આવ્યું?

  સુરત જિલ્લાના કલેક્ટર ધવલ પટેલે ઓડિયો સંદેશ આપતા કહ્યું છે કે, "આજે તા. 9 ઓગસ્ટ, 2019ના રોજ બપોરે 2 કલાકે ઉકાઇ ડેમની સપાટી 327.39 ફૂટ છે. ડેમનું રુલ લેવલ 335 ફૂટ છે. હાલ ડેમમાં 6.69 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમ રૂલ લેવલથી આઠ ફૂટ જેટલો ખાલી છે. સાંજે ચાર કલાકે ડેમમાંથી 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે."
  Published by:Sanjay Vaghela
  First published: