દાદરાનગર હવેલીઃ ઝાડ સાથે બાંધેલી યુવતી ઉપર અત્યાચાર, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: July 29, 2018, 10:28 AM IST
દાદરાનગર હવેલીઃ ઝાડ સાથે બાંધેલી યુવતી ઉપર અત્યાચાર, વીડિયો વાયરલ
પીડિત યુવતી

દાદરાનગર હવેલીનો એક યુવતી સાથેનો અમાનુષી અત્યાચારનો વીડિયો વાયરલ થયો છે.

  • Share this:
દાદરાનગર હવેલીનો એક યુવતી સાથેનો અમાનુષી અત્યાચારનો વીડિયો વાયરલ થયો છે. જાહેર રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે યુવતીને બાંધી તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે. આ વીડિયો થોડા દિવસ પહેલાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાથે સાથે આ વીડિયો ઉમરકુંઇના ખોરીપાડાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વીડિયોમાં દેખાઇ રહ્યું છે તેમ એક યુવતી જેનતા વાળ વિખેરાયેલા છે. તેને રસ્તાની બાજુમાં આવેલા એક ઝાડથી દોરી વડે બાંધવામાં આવી છે. આ યુવતી રડતી હોય એવો અવાજ આવી રહ્યો છે. વીડિયમાં સ્થાનિક લોકો પ્રાદેશીક હિન્દી ભાષા બોલતા સંભળાય છે.

વીડિયો પ્રમાણે એક વ્યક્તિ યુવતીના એક વખત વાર પણ ખેંચે છે. તો આવતા જતા લોકો રડતી યુવતીને જોવા માટે ટોળે વળ્યા છે. યુવતી રહી રહી છે પરંતુ કોઇએ તેના ઉપર દયા વ્યક્ત કરી નથી. યુવતીને બચાવવાના બદલે લોકો તેની સાથે ખરાબ વર્તન કરી રહ્યા હતા. સ્થાનિક લોકો યુવતી ઉપર ચોરીનો આરોપ લગાવી રહ્યા છે. જેના કારણે લોકોએ તેને ઝાડ સાથે બાંધી રાખી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વીડિયો ઉમરકુંઇના ખોરીપાડાનો છે. આ વીડિયો ત્રણ-ચાર દિવસ પહેલાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. ઉલ્લેખનીય છે કે લોકોએ યુવતીને બચાવવાના બદલે વીડિયો ક્લિપ ઉતારીને તેની મજા લઇ રહ્યા હતા.
First published: July 29, 2018, 8:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading