ચીખલીથી સુરત જઇ રહેલી કાર રાતે અચાનક બંધ થઇ, ટ્રકે મારી ટક્કર, ત્રણ લોકોનાં કમકમાટીભર્યા મોત

અકસ્માતની તસવીર

Kamrej Accident: રાત્રિના બે વાગ્યાની આસપાસ ઇકો કાર ખડસુપા પાસે આવીને અચાનક કોઇ ટેક્નિકલ ખામી સર્જાતાં બંધ પડી હતી.

 • Share this:
  સુરત: નવસારીથી કામરેજ જતા મધ્યપ્રદેશના એક પરિવારને ખડસુપા પાસે ગોઝારો અકસ્માત (Accident) નડ્યો છે, જેમાં પરિવારના ત્રણ લોકોનાં મોત (three dead from family in Accident) નીપજ્યાં છે. આ સાથે બે બાળકો સહિત આઠ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) ખસેડવામાં આવ્યા છે.ચીખલીથી સુરત જઈ રહેલી ઇકો કારમાં મૂળ મધ્યપ્રદેશના કામદારો સવાર હતા. આ ઇકો કાર હાઇવેના ખડસુપા ઓવરબ્રિજ ઉપર બંધ પડી ગઇ હતી. આ બંધ પડેલી ઇકો કારને કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારી ફરાર થયો હતો. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  રાતે બે વાગે કાર અચાનક બંધ થઇ ગઇ

  આ અંગે મળતી વિસ્તૃત માહિતી પ્રમાણે, મધ્યપ્રદેશનો પરિવાર છેલ્લા થોડા દિવસોથી નવસારીમાં મજૂરીકામ કરતો હતો. તેઓ રાત્રે કામરેજ જઇ રહ્યો હતો. આ દરમિયાન રાત્રિના બે વાગ્યાની આસપાસ ઇકો કાર ખડસુપા પાસે આવીને અચાનક કોઇ ટેક્નિકલ ખામી સર્જાતાં બંધ પડી હતી. ત્યારે આ કારમાં સવાર પરિવારના લોકો સૂતા હતા. તે સમયે બેફામ આવતી ટ્રકે કારને ટક્કર મારી હતી અને કાર હવામાં ફંગોળાઇ ગઇ હતી. જેમાં પરિવારના બે મહિલા અને એક પુરુષના મોત નીપજ્યા હતા.

  આ પણ વાંચો- રાજ્યમાં શનિ-રવિ ભારે વરસાદની આગાહી, જાણો રક્ષાબંધનમાં ક્યાં ક્યાં પડશે વરસાદ

  અકસ્માતને કારણે બૂમાબૂમ

  આ અકસ્માત સર્જાયો ત્યારે રાતનાં બે વાગ્યા હતા જેના કારણે રસ્તાઓ એકદમ શાંત હતા. આ અકસ્માતને કારણે ઇકોમાં બેઠેલા લોકોની બૂમાબૂમ અને ચિચયારીઓથી જાણે આખા વિસ્તાર જાગી ગયો હતો. તમામ ઇજાગ્રસ્તો લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડ્યા હતા. એમ્બ્યુલન્સ આવીને તમામને સારવાર માટે લઇ ગઇ હતી. આ પરિવારમાં બે બાળકો પણ સામેલ હતા.  અકસ્માતની તસવીર


  ઇજાગ્રસ્તોની યાદી

  -સોનુ ડામોર (ઉં.વ. 15. રહે- કાકાનવાની ગામ, એમપી)
  - શર્મિલા ખીમો નિનામાં (ઉં.વ. 25. રહે- કાકાનવાની ગામ, એમપી)
  - માનસી વેડું (ઉં.વ. 7. રહે. કાકાનવાની ગામ, એમપી)
  - વિનુ ધુલિયા નિનામા (ઉં.વ. 40. રહે. કાકાનવાની ગામ, એમપી)

  આ પણ વાંચો- શરમજનક: ડીઝલ નાંખીને, ટાયર બાળીને, MPમાં મહિલાના થયા અંતિમ સંસ્કાર, જાણો આખો મામલો

  ડ્રાઇવર નીચે ઉતરીને કોઇને ફોન કરી રહ્યો હતો

  આ અંગે એક ઇજાગ્રસ્તે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, નવસારીમાં અમે મજૂરીકામ માટે ગયા હતા. ઇજાગ્રસ્ત તમામ પરિવારના સભ્યો છે. કારમાં 10 મોટા અને 2 બાળકો હતાં. નવસારીથી રાત્રે ઇકો કારમાં બેસી કામરેજ આવવા નીકળ્યા હતા. ખડસુપા પાસે બેવાર કાર બંધ પડી ગઈ હતી. ડ્રાઇવર નીચે ઊતરી કોઈને ફોન કરી રહ્યો હતો. આ દરમિયાન તમામ સભ્યો ઊંઘતા હતા. ત્યારે અચાનક જોરદાર અવાજ આવ્યો અને કાર હવામાં ફંગોળાઈ હોય તેવું લાગ્યું. જે બાદ બધા જ લોહીલુહાણ હાલતમાં રોડ ઉપર પડેલા હતા.
  Published by:Kaushal Pancholi
  First published: