સુરત : સુરતમાં (Surat)એક ટોલનાકા (Toll Plaza)પાસે અકસ્માતની (Accident)ઘટના સામે આવી છે. જાનૈયા ભરેલી બસ સોનગઢના માંડલ ટોલનાકા (Mandal Toll Plaza)સાથે અથડાઈ હતી. આ ઘટનામાં જાનૈયા અને ટોલનાકા પર કામ કરતી મહિલા કર્મચારીઓ સહિત 15ને ઈજા પહોંચી છે. જેમાં 4 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ જવા પામી છે. જેમાં અફરાતફરીનો માહોલ જોવા મળે છે.
સોનગઢના માંડલ ગામ પાસે આવેલા ટોલનાકા પર અકસ્માત સર્જાયો હતો. સીસીટીવીમાં જોવા મળે છે કે એક ખાનગી ટ્રાવેલ્સની બસ ઝડપથી આવે છે અને અચાનક ટોલનાકા સાથે અથડાય છે. મહારાષ્ટ્રના બુરહાનપુરથી જાન પરત ફરી રહી હતી. એ દરમિયાન બસ બેકાબૂ બની ટોલનાકા સાથે અથડાય છે. જેના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
ટોલનાકા સાથે અથડાયેલી બસને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. બસમાં સવાર જાનૈયાઓમાંથી 15ને ઈજાઓ પહોંચી હતી, જ્યારે 4 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્તોમાં ટોલનાકા પર કામ કરતી બે મહિલાનો પણ સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તાપી: સોનગઢના માંડલ ટોલનાકા પર સર્જાયો અકસ્માત
લક્ઝરી બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા એક ખાનગી બસ ટોલનાકાના કેબીનમાં ઘૂસી ગઈ.
અક્સમાતની ધટના CCTV કેમેરામાં કેદ pic.twitter.com/GcffOsU8aU
આ અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અકસ્માતની ભયંકરતા જોવા મળે છે. પૂરપાટ ઝડપે દોડતી આવતી ટ્રાવેલ્સ ટોલનાકાની કેબિનની સામેની સાઈડ અથડાયા બાદ ફંગોળાઈને કેબિન સાથે અથડાઈ હતી. ત્યાં કામ કરતી મહિલા જીવ બચાવવા માટે ઊભી થઈને નાસવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. જોકે તેને પણ ઈજાઓ પહોંચી છે.
બનાસકાંઠામાં ડીસા નજીક બનાસ નદીના બ્રિજ પર એસ.ટી.બસની ટક્કરથી કાકા - ભત્રીજા મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. મગફળીનું વેચાણ કરીને ખાતર ખરીદીને પરત જતાં આ અકસ્માત સર્જાયો હતો. ડીસાથી ધાનેરા જતી એસ.ટી.બસે આગળ જતાં ટ્રેકટરને ટક્કર મારતા આ અકસ્માત (Banaskantha Accident)સર્જાયો હતો. ટ્રેક્ટરમાં સવાર ખેડૂતો તાલેગઢ ગામના છે અને ડીસા મગફળીનું વેચાણ કરવા આવ્યા હતા. મગફળીનું વેચાણ કર્યા બાદ ખાતરની ખરીદી કરીને પરત તાલેગઢ પહોંચી રહ્યા હતા તે દરમ્યાન બનાસ નદીના બ્રિજ પર પાછળથી આવી રહેલી ડિસાથી ધાનેરા જતી એસ.ટી.બસે ટક્કર મારી હતી. બસની ટક્કરથી ટ્રેક્ટરમાં સવાર બંને ખેડૂતોમાથી એક ખેડૂત રોડ પર પટકયો હતો જ્યારે અન્ય એક ખેડૂત ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતાં બંને ખેડૂતોએ ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર