સુરતમાં વેપારી અને દુકાનદારોને વેક્સિન લીધા પછી દુકાન ખોલવા દેવામાં આવશે, તંત્રએ કરી જાહેરાત

સુરતમાં વેપારી અને દુકાનદારોને વેક્સિન લીધા પછી દુકાન ખોલવા દેવામાં આવશે, તંત્રએ કરી જાહેરાત
દુકાનદારને વેક્સીન વગર દુકાન નહીં ખોલવાની સૂચના આપતા લોકો આજ મોટી સંખ્યામાં વેક્સીન સેન્ટર પર પહોંચ્યા, તંત્રએ વેક્સીન માટે કેમ્પનું આયોજન કર્યું હતું પણ વેક્સીનની અછતને લઈએ લોકોમાં રોષ જોવા મળ્યો

દુકાનદારને વેક્સીન વગર દુકાન નહીં ખોલવાની સૂચના આપતા લોકો આજ મોટી સંખ્યામાં વેક્સીન સેન્ટર પર પહોંચ્યા, તંત્રએ વેક્સીન માટે કેમ્પનું આયોજન કર્યું હતું પણ વેક્સીનની અછતને લઈએ લોકોમાં રોષ જોવા મળ્યો

  • Share this:
સુરત : સુરતમાં સતત કોરોના સંક્રમણની સંખ્યા વધી રહી છે ત્યારે તંત્ર દ્વારા કોરોના સંક્રમણ ઓછું કરવા માટે વેપાર અને ખાસ કરીને દુકાનદારે વેક્સીન વગર દુકાન નહીં ખોલવાની સૂચના આપતા લોકો આજ મોટી સંખ્યામાં વેક્સીન સેન્ટર પર પહોંચ્યા હતા. તંત્રએ વેક્સીન માટે કેમ્પનું આયોજન કર્યું હતું પણ વેક્સીનની અછતને લઈએ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રવિવાર હોવાને લઈને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા તંત્ર દોડતું થયું હતું.

સુરતમાં ચેપ અટકવા માટે તંત્ર દ્વારા કાપડ અને હીરા બજાર સહીત દુકાનદારોએ ફરજીયાત વેક્સીન લેવા માટે જાહેરાત કરવામાં આવી છે. જે લોકોએ વેક્સિન નહીં લીધી હોય તેવા લોકો સામે તંત્ર કાર્યવાહી કરશે. જેને લઈને આજે રવિવાર વેપાર ઉદ્યોગ શરૂ કરવા માટે વેપારી મોટી સંખ્યામાં વેક્સિન લેવા સેન્ટરો પર પહોંચ્યા હતા. જેથી તમામ વેક્સિન સેન્ટરો પર ભીડ જામી છે. સવારે સાત વાગ્યાથી લોકો વેક્સિન લેવા માટે લાઈન લગાવી ઉભા છે. પરંતુ બપોર સુધી કોઈને પણ વેક્સિનના ડોઝ અપાયા નથી. એમ કહેવાય છે કે હજી વેક્સિન આવી નથી. તમામ વેપારીઓ આશ્ચર્યમાં પડી ગયા છે. જો આજે વેક્સિન નહીં લઈએ તો કાલે સોમવારે માર્કેટમાં પ્રવેશ કેવી રીતે મળશે અને કેવી રીતે વેપાર કરીશું એની મૂંઝવણમાં મૂકાય ગયા છે.આ પણ વાંચો - રાજકોટનો અનોખો ચોર, મોટર સાઇકલ નહીં પણ ડેકીમાંથી વસ્તુઓ અને રૂપિયાની જ કરતો ચોરી

45 વર્ષથી વધુના તમામ વેપારીઓ માટે પાલિકાએ રસી ફરજિયાત કરી દેવાનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. દુકાન, કરિયાણા, મોલ, મલ્ટિપ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ટેક્સટાઇલ, હીરા બજાર અને હીરા યુનિટના તમામ વેપારીઓ અને કર્મચારીઓને આ નિયમ લાગુ પડશે. વેક્સિન લીધા બાદ દુકાન બહાર પહેલો ડોઝ લીધો હોવાના બોર્ડ પણ લગાવવા પડશે. જે વેપારીઓ કે કર્મચારીઓ દ્વારા વેક્સિન લેવામાં નહીં આવે તેમને કાપડ બજાર કે હીરા બજારમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવાયો છે.

આ માટે પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમો પણ ચેકિંગ માટે તૈનાત કરવામાં આવી છે. જોકે લોકોની ભારે ભીડ વચ્ચે વેક્સીન નહીં મળતા તંત્રની એક બાજુ જાહેરાત અને બીજી બાજુ વેક્સીન નહીં મળતા લોકોને હેરાન થવાની વારો આવ્યો હતો.
Published by:Ashish Goyal
First published:April 04, 2021, 16:05 pm

ટૉપ ન્યૂઝ