કરવાચોથના દિવસે પત્નીએ પતિને ઉતાર્યો મોતને ઘાટ, જાણો શા માટે આમ કર્યું

News18 Gujarati | Pradesh18
Updated: October 20, 2016, 7:32 PM IST
કરવાચોથના દિવસે પત્નીએ પતિને ઉતાર્યો મોતને ઘાટ, જાણો શા માટે આમ કર્યું
વાપીઃ સૌભાગ્યવતી સ્રીઓ ભગવાન પાસે પોતાના પતિના લામ્બા આયુષ્યની માંગ સાથે કરવા ચૌથનું વ્રત કરે છે.જોકે વાપીના ચણોદમા એક પત્નિએ કરવાચોથની રાત્રિએ જ બ્લેડના ઘા ઝીંકી પોતાના પતિની હત્યા કરી હોવાનો ચકચારીત બનાવ પ્રકાશમા આવ્યો છે.ડુંગરા પોલીસ સ્થળ પર પહોંચીને વધૂ તપાસ હાથ ધરી હતી.

  • Pradesh18
  • Last Updated: October 20, 2016, 7:32 PM IST
  • Share this:

વાપીઃ સૌભાગ્યવતી સ્રીઓ ભગવાન પાસે પોતાના પતિના લામ્બા આયુષ્યની માંગ  સાથે કરવા ચૌથનું વ્રત કરે છે.જોકે વાપીના ચણોદમા એક પત્નિએ કરવાચોથની રાત્રિએ જ બ્લેડના ઘા ઝીંકી પોતાના પતિની હત્યા કરી હોવાનો ચકચારીત બનાવ પ્રકાશમા આવ્યો છે.ડુંગરા પોલીસ સ્થળ પર પહોંચીને વધૂ તપાસ હાથ ધરી હતી.

વાપીના છેવાડે આવેલ ચણોદ ગામમા આ નિશંતાન  દંપતી રહેતું હતુ.જેમાંથી પત્નિ શકુંતલા  કંપનીમા કામ કરી ઘરનું ગુજરાન ચલાવતી હતી.જ્યારે પતિ રાજેન્દ્ર  સાકેત કોઈ કામ ધંધો કર્યાવીના બેકાર રહીને દારૂ જુગારની લતે ચડી ગયો હતો.બેકાર પતિ રાજેન્દ્ર દર રોજ નશાની લતને પોશવા માટે મહેનત કરતી પત્નિ પાસે રૂપિયાની માંગણી કરતો હતો અને પત્નિને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.આથી ઘર મા પતિ પત્નિ વચે અવાર નવાર ઝગડો થતો હતો. ગઈ કાલે  પણ કરવા ચોથની રાત્રિએ પતિ હમેશા પીધેલી હાલતમાં પત્નિ સાથે ઝગડો કરીને ઢોર માર માર્યો હતો.આમ રોજ બરોજ ના ત્રાસથી પત્નિએ છૂટકારો મેળવવા માટે મન બનાવ્યું અને મોડી રાત્રે સુતેલા પતિને ઊંઘમાં જ ગળાના ભાગે બ્લેડ ના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

અને પતિની હત્યાને આત્મહત્યામા ખપાવવા માટે પોતાના હાથમા પણ એક પછી એક એમ બ્લેડના અસંખ્ય ઘા મારીને પતિ પર હુમલાનો ઈલ્ઝામ લગાવવા પ્લાનિંગ કરી નાખ્યુ હતું. જોકે ઘટના ની જાણ થતાં સ્થળ પર પહોંચેલ પોલીસ ને પત્નિ પર શંકા ગઈ અને આગવી ઢબે પૂછપરછ કરતા પત્નિ એ પોતાના જ પતિની હત્યાનો ગુનો કબુલી લીધો હતો.

googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

ભારતીય સંસ્કૃતિની પરમ્પરા પ્રમાણે સૌભાગ્યવતી સ્રીઓ પોતાના પતિ ના લાંબા આયુષ્યની કામના કરે છે અને પોતાના સૌભાગ્યનો ચાંદલો અખંડ રહે તેવી કામના સાથે કરવા ચૌથનું વ્રત કરે છે.આંખો દિવસ પત્નિ ઉપવાસ કરીને રાત્રે પત્નિ પતિનું મુખ જોઈને ઉપવાસ છોડે છે અને પતિના લામ્બા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે. ત્યારે પત્નિએ પોતાના પતિને બ્લેડ ના ઘા મારીને રહેંસી નાખીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાથી સૌ કોઇ અચંબામાં મુકાયા છે.

First published: October 20, 2016, 5:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading