સુરતઃ નશામાં ધૂત શખ્સોઓએ દ્વારા હિટ એન્ડ રન, ત્રણને લીધા અડફેટે

 • Share this:
  સુરત વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, અહીં હજીરા રોડ પર આવેલા ઓ.એન.જી.સી નજીક જેગુઆર કારે અકસ્માત સર્જી ત્રણ લોકોને અડફેટે લીધા હતા. સ્થાનિકોએ જણાવ્યું કે કારમાં કાર ચાલક સહિત 5 લોકો સવાર હતા અને તમામ નશાની હાલતમાં બેફામ કાર હંકારી રહ્યાં હતા. તો સ્થાનિકોએ કારમાં સવાર બે શખ્સોની અટકાયત કરી પોલીસના હવાલે કર્યા હતા, તો કારમાંથી દારૂની બોટલ અને બાયટિંગ મળી આવ્યું હતું.

  પ્રાપ્ત વિગત પ્રમાણે સુરતના હજીરામાં આવેલા ONGC નજીક નશામાં ધૂત શખ્સોએ બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સમયે હાજર લોકોએ જણાવ્યું કે લક્ઝૂરીયસ કાર જેગુઆરમાં 5 શખ્સો સવાર હતા અને તેઓ નશામાં બેફામ કાર ચલાવી રહ્યાં હતા, આ દરમિયાન તેઓએ ત્રણ લોકોને અડફેટે લીધા હતા, જેઓને બાદમાં CISFના જવાનોએ હોસ્પિટલ ખસેડ્યા હતા, તો સ્થાનિકોએ કારને રોકી શખ્સોની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં બે શખ્સોની ઝડપાયા અને બાકીના શખ્સો નાસી છૂટ્યા હતા.

  કારમાંથી મળી આવી દારૂની બોટલ

  અકસ્માત સર્જ્યા બાદ લોકોએ કારમાં સવાર લોકોની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્રણ શખ્સો ભાગી ગયા જ્યારે બે શખ્સોની અટકાયત કરી પોલીસ હવાલે કર્યા હતા, જો કે સ્થાનિકોએ જણાવ્યું કે ઝડપાયેલા બંને શખ્સો નશામાં ધૂત હતા, તો પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી દારૂની બોટલ અને બાયટિંગ મળી આવ્યું હતું. બાદમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ કાર સુરતના કામરેજના લસકાના ખાતે આવેલા ટીલવ ફરિયામાં રેહતા લાલુભાઈ હીરાભાઈ ભરવાડના નામે રજિસ્ટ્રેશન હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ વિગતોનોંધી વધુ તપાસ હાથ ધરી છે.
  First published: