Home /News /gujarat /સુરતમાં રત્નકલાકાર સહિત ત્રણ લોકોએ આપઘાત કર્યો, જાણો કારણ
સુરતમાં રત્નકલાકાર સહિત ત્રણ લોકોએ આપઘાત કર્યો, જાણો કારણ
પ્રતિકાત્મક તસવીર
બદનામીના ડરથી રત્નકલાકારની પત્નીનો આપઘાત, યુવતી મોડી રાત્રે અન્ય યુવકો સાથે વીડિયો કોલ કરતી હોવાનું પતિને જાણ થતાં પતિએ ફરીવાર આવું ન કરવા જણાવ્યું હતું
સુરત: સુરત શહેરમાં આજે ત્રણ આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં આર્થિક તંગીથી એક રત્નકલાકારે આપઘાત કર્યો, જયારે બીજી ઘટનામાં 70 વર્ષીય વૃદ્ધે જીવનથી કંટાળી આપઘાત કર્યો છે. જયારે ત્રીજી ઘટનામાં સમાજમાં બદનામીના ડરે રત્નકલાકારની પત્નીએ આપઘાત કરી લીધો છે. દિન પ્રતિદિન વધી રહેલા આપઘાતએ ચિંતાનો વિષય છે.
મહિધરપુરામાં રહેતા એક રત્નકલાકારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. યુવકને નાણાંની તંગી પડી રહી હોવાથી આર્થિક સંકડામણમાં આવીને પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામીત ગામના રહેવાસી અને હાલ નાગરશેરીના સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં રહેતો 28 વર્ષિય દર્શનભાઈ રમેશભાઇ ચૌધરી ડાયમંડમાં લેસર ઓપરેટર તરીકે કામ કરી ઘર ચલાવી રહ્યો હતો. દર્શનને કોરોનાની મહામારીમાં યોગ્ય કામ નહીં મળતા ઘર ચલાવવામાં તકલીફ પડી રહી હતી. ઉપરાંત પોતે દારૂની ટેવ વાળો અને વારંવાર પોતાની પત્ની પ્રિયલ સાથે સામાન્ય બાબતે ઝઘડાઓ પણ કરતો હતો. જેથી અંતે દર્શને આર્થિક સંકડામણમાં આવીને મંગળવારે બપોરે પોતાના ઘરે ત્રીજા માળે પંખા સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો આપઘાત કરી લીધો હતો. બાદમાં જ્યારે તેમની પત્ની ત્રીજા માળે આવતા દર્શનના રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. જેથી પ્રિયલે રૂમની અંદર જોતા દર્શન લટકતી હાલતમાં જોતા પોતે ચોંકી ગઈ હતી. પ્રિયલે તાત્કાલિક દોરીને ચપ્પુ વડે કાપી દર્શનને નીચે ઉતાર્યો હતો. બાદમાં પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ બનાવ અંગે મહિધરપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
શહેરમાં મનપાના સફાઈ કામદારના પિતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત છે. વૃદ્ધે અગમ્ય કારણોસર પગલું ભરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મગદલ્લા ગામ નજીક મંદિર ફળીયાના ઘાંચી મહોલ્લામાં રહેતા 70 વર્ષિય ચંપકભાઈ નાથુભાઈ પટેલ નિવૃત્ત જીવન ગુજારી રહ્યા હતા. તેમનો એક પુત્ર હિરેન અઠવા ઝોનમાં સફાઈ કામદારનું કામ કરી ઘર ચલાવી રહ્યો છે. કોરોનાની મહામારીમાં પણ સંપૂર્ણ પરિવાર ખુશીથી જીવન ગુજારી રહ્યું હતું. એવામાં ચંપકભાઈએ મંગળવારે છતના હુક સાથે નાયલોનની દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ચકચાર મચી જવા પામી હતી. પરિવારે ઘટના બાબતે પોલીસને જાણ કરી હતી. ચંપકભાઈએ અગમ્ય કારણસર પગલું ભરતા ઉમરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
" isDesktop="true" id="1021049" >
બદનામીના ડરથી રત્નકલાકારની પત્નીનો આપઘાત
પુણાગામ વિસ્તારમાં રહેતી રત્નકલાકારની પરણિતાએ ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. યુવતી મોડી રાત્રે અન્ય યુવકો સાથે વીડિયો કોલ કરતી હોવાનું પતિને જાણ થતાં પતિએ ફરીવાર આવું ન કરવા જણાવ્યું હતું. પણ યુવતીની સમાજમાં બદનામી થશે તેવી બીકથી ઉશ્કેરાટમાં આવી પગલું ભર્યું હોવાની શક્યતા છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુળ ભાવનગરના અને હાલ પુણાગામ વિસ્તારમાં આવેલ સરિતા વિહાર સોસાયટીમાં રહેતા મહેશભાઈ લખાણી હીરા મજૂરીનું કામ કરીને ઘર ચલાવી રહ્યો હતો. મહેશે મહારાષ્ટ્રીય યુવતી 22 વર્ષીય પૂજા સાથે લગ્ન કર્યા હતા. પોતે ત્રણ વર્ષના લગ્નવાળો વિતાવીને સુખી જીવન ગુજારી રહ્યા હતા. સોમવારે રાત્રીના સમયે જ્યારે મહેશ તેમની પત્ની પૂજા બંને સુતા હતા. દરમિયાન મહેશની પત્ની પૂજા અચાનક બીજી રૂમમાં ચાલી ગઈ હતી. મહેશે પાછળથી જોતા પોતે અન્ય યુવક સોનું અને રાહુલ સાથે વીડિયો કોલ પર વાત કરી રહી હતી. જેથી મહેશે પૂજાને આવા કૃત્ય ન કરવાનું સમજાવ્યું હતું. સમાજમાં પોતાનું નામ બદનામ ન થાય અને ઘટનાની જાણ ન થાય તેને ધ્યાનમાં લઈને પૂજા ઉશ્કેરાટમાં આવીને ગણેશ વિસર્જનના દિવસે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ પરિવારને થતાં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.