Home /News /gujarat /

સુરતઃ૨૨૦૦ રૂપિયા માટે કારીગરે કારખાના માલિકની કરી હત્યા

સુરતઃ૨૨૦૦ રૂપિયા માટે કારીગરે કારખાના માલિકની કરી હત્યા

સુરતઃસુરતમાં એબ્રોડરીના કારખાનામા કામ કરનાર એક યુવકને પગારના 2200 રૂપિયા નહિ આપતા યુવકે અદાવત રાખીને કારખાના માલિકની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે ગણતરીની જ મીનીટ માં હત્યારા આરોપીની ધરપકડ કરી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

સુરતઃસુરતમાં એબ્રોડરીના કારખાનામા કામ કરનાર એક  યુવકને પગારના 2200 રૂપિયા નહિ આપતા યુવકે અદાવત રાખીને કારખાના માલિકની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે ગણતરીની જ મીનીટ માં હત્યારા આરોપીની ધરપકડ કરી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રમોદ ઉર્ફે બબલુ કતારગામ જીઆઇડીસીમાં આવેલ શાંતિ દિહોરના એમ્બ્રોડરીનાકારખાનામાં કામ કરતો હતો અને ત્યારબાદ નોકરી મૂકી દીધી હતી અને પગારના પૈસા આરોપી પ્રમોદને કારખાના માલિક પાસેથી લેવાના નીકળતા હતા. જેથી તે પૈસા લેવા ગયો હતો ત્યારે કારખાના માલિક અને આ યુવક વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યાર બાદ ઉસ્કેરાયેલ આરોપી પ્રમોદે કહ્યું હતું કે મેં તુજે દેખ  લુંગા તેવું કહીને જતો રહ્યો હતો. જેની અદાવત રાખીને ૧૭ મી સપ્ટેના રોજ મોડી રાત્રે યુવક કારખાને આવીને કારખાનાના માલિક પર ઘાતક હથિયાર વડે હુમલો કરીને કારખાના માલિકને પતાવી દીધો હતો. બનાવ ને પગલે કતારગામ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી  છે.

આ યુવકને પગારના ૨૨00 રૂપિયા લેવાના નીકળતા હતા તે કારખાના માલિકે નહિ આપતા માલિક ની હત્યા કરી નાખી હતી. જોકે કારખાના માલિકે ૨૨૦૦ રૂપિયા આપ્યા હોત તો આ ઘટના બનતી અટકી હોય.

First published:

Tags: કતારગામ, ક્રાઇમ, પગાર, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन