સુરત : મનપા તંત્ર દ્વારા કોરોના સંક્રમણના ફેલાવાને અટકાવવા પ્રારંભથી જ શાકભાજી, ફ્રૂટ વિક્રેતા, ડેરી, દૂધ વિક્રેતા, ગ્રોસરી, દુકાનદારો, મેડિકલ સ્ટોરો વગેરે જેવા સુપર સ્પ્રેડરો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. લોકડાઉનમાં રાહત બાદ તંત્ર દ્વારા વિવિધ સોસાયટીઓ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષો વગેરેમાં વોચમેન, ઘરકામ કરનારી મેઇડ વગેરે પર પણ વધારે ધ્યાન આપવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધી મનપા દ્વારા વિવિધ શહેરી આરોગ્ય કેન્દ્રો અને ધનવંતરી રથો મારફતે 25,212 સુપર સ્પ્રેડર વ્યક્તિઓના એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા છે. સુપર સ્પ્રેડરોમાં મનપાની અપેક્ષાની તુલનામાં ઓછા પોઝિટિવ કેસો મળી રહ્યા છે. શાકભાજી-ફળવિક્રેતા, દૂધ-ગ્રોસરી વિક્રેતા તથા અન્ય દુકાનદારો, કોમર્શિયલ કોમ્પ્લેક્ષોના વોચમેનો, સિક્યુરિટી સ્ટાફ વગેરે જેવા સુપર સ્પ્રેડરોના અત્યાર સુધી કરાયેલ રેપિડ ટેસ્ટ પૈકી માત્ર 703 સુપર સ્પ્રેડરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે એટલે કે શહેરમાં સુપર સ્પ્રેડરોના પોઝિટિવિટી રેટ 3 ટકા જેટલો રહ્યો છે.
સૌથી વધુ સુપર સ્પ્રેડરોના ટેસ્ટ સેન્ટ્રલ ઝોન, વરાછા-એ, વરાછા-બી અને ઉધના ઝોનમાં કરવામાં આવ્યા છે. ઉધના ઝોન વિસ્તારમાં સૌથી વધુ સુપર સ્પ્રેડરો પોઝિટિવ મળ્યા છે. જ્યારે વરાછા ઝોન-એમાં સૌથી ઓછા સુપર સ્પ્રેડરો પોઝિટિવ થયા છે. હાલમાં પણ મનપા દ્વારા જુદા જુદા વિસ્તારમાં આવેલા ઓદ્યોગિક એકમોમાં કામકર્તા કામદારો, બહારથી આવતા કામદારો પર ટેસ્ટ ની સંખ્યા વધારી છે.
કામદાર રાજ્ય વીમા નિગમ ( ESIC )ના દવાખાનાની હાલત જર્જરિત છે. સુરતના લાલ દરવાજા સ્થિત ESICના દવાખાનામાં આવતા દર્દી કર્મચારીઓ છતમાંથી ટપકતાં વરસાદી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે . સુરતમાં કુલ ઇએસઆઇના 9 ક્લિનિક ચાલે છે જેમાંથી કેટલાક એવા થઇ ગયા છે જેને ડિમોલાઇઝ કરી ઉતારી લેવા પડે તેવી પરિસ્થિતિ છે. સુરતમાં કામદાર રાજ્ય વીમા નિગમ ( ESIC)ના 11 જેટલા દવાખાના કાર્યરત છે. જે પૈકી લાલ દરવાજા ખાતે એક જ બિલ્ડિંગમાં ત્રણ -ત્રણ દવાખાના ચાલે છે . આ એક માળનું બિલ્ડિંગ વર્ષ 1981થી કાર્યરત હોવાનું જાણવા મળે છે. આ બિલ્ડિંગ જર્જરિત થઈ ગઇ હોવા છતા પણ કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. જેને પગલે ચોમાસા દરમિયાન અહીંના ડોક્ટરો સહિતનો સ્ટાફ તથા સારવાર માટે આવતા દર્દી ભારે હેરાન - પરેશાન થાય છે.