Home /News /gujarat /

દિવસે મજૂરીની આડમા રેકી કરતા,રાત્રે આપતા ચોરીને અંજામ

દિવસે મજૂરીની આડમા રેકી કરતા,રાત્રે આપતા ચોરીને અંજામ

ભરૂચઃ ભરૂચ સી ડીવીઝન પોલીસે ચોરીના ગુન્હાને અંજામ આપનાર એક સગીર સહીત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.સેન્ટીંગના કામકાજ સાથે સંકળાયેલ આરોપીઓ સગીર આરોપીઓની મદદથી ચોરીના ગુન્હાને અંજામ આપતા હોવાનું બહાર આવ્યું છે.

  • Pradesh18
  • Last Updated :
ભરૂચઃ ભરૂચ સી ડીવીઝન પોલીસે ચોરીના ગુન્હાને અંજામ આપનાર એક સગીર સહીત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.સેન્ટીંગના કામકાજ સાથે સંકળાયેલ આરોપીઓ સગીર આરોપીઓની મદદથી ચોરીના ગુન્હાને અંજામ આપતા હોવાનું બહાર આવ્યું છે.

ભરૂચ સી ડીવીઝન પોલીસે ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.ભરૂચના ઝાડેશ્વર તવારા રોડ પર આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદરથી રૂપિયા ૧૦ હજારના માલમત્તાની ચોરી ફરાર થઇ ગયા હતા.આ સમયે નજીકમાં રહેતા રમેશભાઈ નામના વ્યક્તિઓએ તસ્કરોને ભાગતા જોતા તેઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.સી ડીવીઝન પોલીસના સુત્રોએ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરુ કરી હતી.

દરમ્યાન સોસાયટી નજીકની ઝાડી ઝાંખરીમાં સંતાયેલ ચાર ઇસમો મળી આવતા પોલીસે તેઓની અટકાયત કરી કડક પુછતાછ કરતા તેઓએ ચોરીના ગુન્હાની કબુલાત કરી હતી.પોલીસે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા રાજેશ દંતાણી,નાનીભાઈ દંતાણી અને હિતેશ ઠાકોર તેમજ અન્ય એક સગીર આરોપીઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .આરોપીઓ ભરૂચમાં છૂટક મજુરીમાં સેન્ટીંગનું કામ કરતા હતા અને રાત્રી દરમ્યાન રેકી કરી સગીર આરોપીની મદદથી ચોરીના ગુન્હાને અંજામ આપતા હોવાનું બહાર આવ્યું છે.
First published:

Tags: ક્રાઇમ, ગુનો, ચોરી, તસ્કર, શ્રમિકો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन