તાપી: હૉસ્પિટલે કહ્યું, દર્દીનું મૃત્યું થયુ પરંતુ પરિવારે જોયું તો દાદા તો કોવિડ વોર્ડના પલંગ પર જ હતા

રેફરલ હૉસ્પિટલનાં વહીવટદાર સિવિલ સર્જન ડૉ.નૈતિક ચૌધરીએ હૉસ્પિટલની ગંભીર ભૂલનો સ્વીકાર કર્યો હતો.

રેફરલ હૉસ્પિટલનાં વહીવટદાર સિવિલ સર્જન ડૉ.નૈતિક ચૌધરીએ હૉસ્પિટલની ગંભીર ભૂલનો સ્વીકાર કર્યો હતો.

 • Share this:
  તાપી: વ્યારા સિવિલમાં શનિવારે હૉસ્પિટલના સ્ટાફને કારણે ઘણો હોબાળો મચ્યો હતો. અન્ય મૃત દર્દીના સ્થાને સારવાર અર્થે આવેલા વ્યારાના જીવિત દર્દીને મૃત જાહેર કરતાં પરિવારે હૉસ્પિટલમાં હોબાળો કર્યો હતો. તાપી જિલ્લાની વ્યારાની કોવિડ 19 હોસ્પિટલમાં જીવિત વ્યક્તિને મૃત જાહેર કરી બીજા દર્દીનો મૃતદેહ તેમના પરિવારને આપવાની ઘટનામાં હોબાળો મચ્યો હતો.

  પરિવારને ઘરે મોકલી દીધો

  મળતી માહીતી પ્રમાણે, શનિવારે સવારે વ્યારાના72 વર્ષના દર્દી ધીરજભાઈ પંચોલીની તબિયત બગાડી હતી. જેથી સારવાર માટે તેમને વ્યારાના જનક હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં હૉસ્પિટલના સ્ટાફે કોવિડના દર્દી હોવાનું જણાવતા ધીજભાઈને વ્યારા રેફરલ હૉસ્પિટલમાં લઇ જવાયા હતા.સેમ્પલ લઈને કોવિડ વિભાગમાં દાખલ કરી પરિવારના લોકોને ઘરે મોકલી આપ્યા હતા. જેની થોડી જ વારમાં હૉસ્પિટલમાંથી પરિવારને ફોન આવ્યો હતો કે, દર્દીની તબિયત ખરાબ થઇ છે જલ્દી આવો. જેથી પરિવાર ફટાફટ હૉસ્પિટલ પહોંચ્યા હતા.

  મૃતક તરીકેની રસીદ પણ આપી દીધી

  ત્યાં પહોંચતા જ સ્ટાફે ધીરજભાઈનું અવસાન થયું છે એમ કહ્યું હતું. એટલું જ નહીં ધીરજભાઈનો અવસાનનો રિપોર્ટ પણ પરિવારને આપવામાં આવ્યો હતો. પરંતુ થોડી જ વારમાં પરિવારને જાણ થઇ કે જે મૃતદેહ છે તે તેમના દર્દીનો નથી. પરિવારને જે બોડી આપવામાં આવી તે નિઝરના 89 વર્ષીય રતન શ્યામ પટેલની હતી. જેઓનું કોરોનામાં જ મૃત્યુ થયું હતું. તેમના દર્દી તો હૉસ્પિટલના કોવિડ વોર્ડમાં છે.

  કેરીના ચાહકો માટે માઠા સમાચાર, અમરેલીમાં આંબાના મોર અકાળે ખરી પડ્યા, ખેડૂતો ચિંતિત

  ડોક્ટરો સામે કાર્યવાહીની માંગ કરાઇ

  મૃત ઘોષિત કરી તંત્ર દ્વારા અન્ય દર્દીનો મૃતદેહ પરિવારજનોને પધરાવી દેવાની હલચલ થતાં પરિવારજનોએ રેફરલ હૉસ્પિટલમાં કોવિડ વોર્ડમાં હંગામો મચાવ્યો હતો અને જવાબદાર ડોક્ટરો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

  કોરોનાના કહેરમાં આ વખતે પણ ફિક્કી રહેશે હોળી-ધુળેટી, જાણી લો નિયમો નહીં તો પડશે રંગમાં ભંગ  અંતે હૉસ્પિટલ તંત્રએ માની ભૂલ

  દર્દીનાં પૌત્રએ પોતાના દાદાને જીવિત હોવા છતાં મૃત ઘોષિત કરી દેવાતા પરિવારજનો રોષે ભરાયા હતા. જે બાદ વ્યારા રેફરલ હૉસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતાં રેફરલ હૉસ્પિટલનાં વહીવટદાર સિવિલ સર્જન ડૉ.નૈતિક ચૌધરીએ હૉસ્પિટલની ગંભીર ભૂલનો સ્વીકાર કર્યો હતો અને હૉસ્પિટલ સ્ટાફ પર વધુ પડતો કાર્યભાર હોય અને એક જ સમયે બે દર્દી આવ્યા હોઈ કેસ પેપરમાં અજાણતામાં આ પ્રકારની ભૂલ થઈ હોવાનુ જણાવ્યું હતું. તેમજ સમગ્ર ઘટનાની ગંભીરતાને જોઈ કોવિડ વોર્ડનાં સ્ટાફને અન્ય જગ્યાએ ખસેડી તાત્કાલિક કોવિડ વોર્ડમાં સિનિયર સ્ટાફને મુકવામાં આવ્યા હતાં.
  Published by:Kaushal Pancholi
  First published: