નરેન્દ્ર ભુવેચિત્રા, તાપી : રાજ્યના તાપીમાં જિલ્લામાં આવેલા વ્યારાના લાખાલી ગામે પ્રચાર અર્થે ગયેલા ભાજપના લોકસભાના ઉમેદવાર પ્રભુ વસાવાની જાહેરસભામાં આદિવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. આદિવાસીઓએ નર્મદા પાર તાપી લિંક યોજનામાં થનારા જમીન સંપાદનના કારણે નારાજ હતા અને તેના કારણે તેમણે હોબાળો મચાવ્યો હતો. જોકે, આદિવાસીઓના હોબાળા બાદ ઉમેદવાર પ્રભુ વસાવાએ જમીન સંપાદન નહીં થવા દેવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો.
આદિવાસીઓને બાહેંધરી આપતા પ્રભુ વસાવાએ સરકારી પરિપત્ર રદ થયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. બારડોલી લોકસભાના ઉમેદવાર પ્રભુ વસાવા આજે પ્રચાર અર્થે ગયા હતા ત્યારે ગ્રામજનોએ વિરોધ કરતાં આદિવાસીઓ અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. આદિવાસીઓની માંગ હતી કે તેમની જમીનું સંપાદન ન થાય
છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારમાં જમીન સંપાદનના મુદ્દે રાજકારણ ગરમાયેલું છે, તેવામાં ભાજપના ઉમેદવારને રોષનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પ્રભુ વસાવાએ આદિવાસીઓને ખાતરી આપીને સમજાવ્યા હતા કે સરકારનો જમીન સંપાદનનો પરિપત્ર રદ થયો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર