Home /News /gujarat /તાપીના મહિલા પશુપાલકે આ જોરદાર આઇડિયાથી વધારી છે આવક

તાપીના મહિલા પશુપાલકે આ જોરદાર આઇડિયાથી વધારી છે આવક

પન્નાબહેન પશુપાલક સારી આવક મેળવે છે.

woman success story: આંગણવાડીમાંથી નોકરી છોડી તાપીના વાલોડ તાલુકાના ગોડધા ગામના મહિલા છેલ્લાં 12 વર્ષથી પશુપાલનના વ્યવસાયમાં હાથ અજમાવી સારી આવક મેળવી રહ્યા છે.

    હેમંત ગામિત, તાપી : જિલ્લાના (Tapi) વાલોડ તાલુકામાં ગોડધા ગામનાં પશુપાલક (Pastoralists success story ) પન્નાબહેન પશુપાલનના વ્યવસાયમાં ચાફ કટર મશીનનો ઉપયોગ કરીને દૂધની આવકમાં વૃધ્ધિ હાંસલ કરી આત્મનિર્ભર (Aatmanirbhar Woman) બન્યા છે. લીલો સુકો ઘાંસચારો ચાફ કટર મશીનમાં કાપીને પશુઓને નાંખવાથી સારી રીતે ખાઈ શકે છે. ઘાસચારાનો બગાડ પણ થતો નથી અને દૂધમાં વધારો થાય છે. ફાયદો એ થાય છે કે, મહિને દૂધના ઉત્પાદનમાં સારી આવક મળી રહે છે.

    સારા ઘાસચારાને કારણે દૂઘના ઉત્પાદનમાં વધારો

    પન્નાબહેન ચૌધરી જણાવે છે કે, ચાફ કટર મશીનથી બહું સારૂ રહે છે. અમારી પાસે ચાર ગાય અને બે ભેંસ છે. આ પશુઓને અમે આ રીતે તૈયાર થયેલો ઘાંસચારો આપવાનું શરૂ કર્યું એટલે દૂધના ઉત્પાદનમાં વધારો થયો છે. પશુઓ બગાડ નથી કરતા ઘાસચારાની બચત પણ થાય છે. તાપી જિલ્લાના ગોડધા ગામના પશુપાલક પન્નાબેન રમણભાઈ ચૌધરી ખેતીની સાથે જ પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. તેમને પશુપાલન ખાતા તરફથી પશુઓને ઘાંસચારો કાપીને નાંખવા માટે ચાફકટર મશીનની સહાય વર્ષ 2017-18માં આપવામાં આવી હતી.

    પન્નાબેન ચૌધરી


    આ મશીન પશુઓને ખાવાનો ઘાંસચારો પૈકી શેરડીની ચીમળી, ભાતના પૂળા, જુવારની કળબ, હુંડીયુ વિગેરે મિનિટોમાં ટુકડા કરી નાંખે છે અને તૈયાર થાય છે. પશુઓને ખાવાનો મસ્ત ખોરાક ગામડાઓમાં મોટાભાગે પશુઓને સીધેસીધુ આખુ ઘાંસ જ નાંખવામાં આવે છે. પરિણામે પશુઓ દ્વારા બગાડ વધુ થાય છે. પરંતુ આ જ ઘાંસને મશીનમાં નાના ટુકડાઓ કરીને નિરવામાં આવે તો પશુઓ તે બધુ જ આરોગી જાય છે અને બગાડ કરતા નથી.

    આ પણ વાંચો- ગ્રિષ્મા વેકરિયા હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ, આરોપી ફેનિલ જેલમાંથી સાક્ષીઓને તોડવાનો કરે છે પ્રયાસ

    અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાના ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો પણ મહત્તમ વ્યવસાય કરે છે. ખેતી અને પશુપાલન બંને એકબીજાના પૂરક છે. આમ ખેતી સાથે પશુપાલન અપનાવવામાં આવે તો ખેતી અને પશુપાલન બંને સમૃધ્ધ થાય છે.

    આ પણ વાંચો - 40 ગીર ગાયોનું સંવર્ધન કરીને પાટણનો આ એન્જિનિયર ખેડૂત કરે છે લાખોની કમાણી

    વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ખેડૂતો સધ્ધર થવા લાગ્યા તેવી જ રીતે પશુપાલક પણ કેવી રીતે આગળ આવે અને ઓછી મહેનતે વધુ દૂધનું ઉત્પાદન કેવી રીતે મળે તે માટે કૃષિ-પશુપાલન ક્ષેત્રે અવનવા સંશોધનો સતત થતા રહે છે. હાલ પશુપાલક પન્નાબેનને દૂધમાંથી મહિને રૂ.25 હજારની સરેરાશ આવક મળી રહે છે. સરકારની ચાફકટર મશીનની યોજના ખૂબ સારી છે. આ મશીનની કિંમત 27 હજાર જેટલી છે.જેમાં સરકાર તરફથી રૂા.15 હજારની સહાય મળતી હોય છે. ત્યારે સરકારની યોજનાથી અન્ય પશુપાલકોએ પણ લાભ લઈ આત્મનિર્ભર બનવું રહ્યું.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Good story, ગુજરાત, તાપી, મહિલા