સુરત મનપાની કચેરીમાં સફાઈ કામદારે અધિકારી ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પીધું

સુરત મનપાની કચેરીમાં સફાઈ કામદારે અધિકારી ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પીધું
સુરત મનપાની કચેરીમાં સફાઈ કામદારે અધિકારી ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પીધું

ઉપરી અધિકારી સતત હેરાન કરતા હોવાની અનેક વાર ફરિયાદ કર્યા બાદ પણ કોઈ ઉકેલ ના આવતા અધિકારી સામે આક્ષેપ સાથે આપઘાત કરતા મનપા તંત્રમાં હાહાકાર મચી ગયો

  • Share this:
સુરત : સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં સફાઈ કામદારે આપઘાતનો પ્રયાસ કર્યો છે. અઠવા ઝોનમાં કામ કરતાં સફાઈ કામદારે મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં ફિનાઈલ પી લેતા ચકચાર મચી જવા પામી છે. ઉપરી અધિકારી સતત હેરાન કરતા હોવાની અનેક વાર ફરિયાદ કર્યા બાદ પણ કોઈ ઉકેલ ના આવતા અધિકારી સામે આક્ષેપ સાથે આપઘાત કરતા મનપા તંત્રમાં હાહાકાર મચી ગયો છે.

સુરતના અઠવા ઝોનમાં ફરજ બજાવતા કામદાર આજે અચાનક મનપા મુખ્ય કચેરી ખાતે આવીને ફિનાઇલ પીનેઆપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મનપા કર્મચારીના આપઘાતના પ્રયાસને લઇને કચેરીમાં કામ કરતા અધિકારી તાત્કાલિક દોડી આવ્યા હતા. કામદારે મુખ્ય કચેરીમાં ઉલ્ટી શરૂ કરતા અને તેની તબિયત લથડતા તેને તાતકાલિક 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ પણ વાંચો - સુરત : લિંબાયતમાં પાલિકાના પે ઍન્ડ પાર્કિંગમાં માથાભારે તત્વોનો ગેરકાયદે પાર્કિંગનો ધંધો

ફિનાઈલ પી લેનાર સફાઈ કામદાર પાસેથી જય બુધ્ધ કર્મચારી યુનિયન તરફથી પાલિકા કમિશનરને લખાયેલી રજૂઆતનો કાગળ મળ્યો છે. જેમાં આક્ષેપ કરાયા છે કે અઠવા ઝોન ગવીયર વી.બી.ડી.સી.ના પ્રાઈમરી દિલીપ પટેલ કામદારો પર ત્રાસ ગુજારે છે. ખેતીવાડીનું અને ઘરનું કામ તથા એ કામ ન કરવામાં આવે તો હેરાન પરેશાન કરવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યાં છે. સફાઈ કામદારે ઉપરી અધિકારીઓના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાના આક્ષેપ કર્યા છે. અગાઉ ફરિયાદ અધિકારીઓને કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં ફિનાઈલ પી લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સફાય કર્મચારીએ અઠવા ઝોનના મધ્યસ્થ વિભાગમાં ફરજ બજાવતા ડો.ખત્રી સામે માનસિક ત્રાસ આપતા હોવાના ગંભીર આરોપ મુકવામાં આવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:January 13, 2021, 22:29 pm

ટૉપ ન્યૂઝ