સુરતઃરેલવે મંત્રી કિશોર પ્રભુ ના સુરત રેલવે હદ વિસ્તારમાં ઇંટુક અને માજી મેમ્બર દ્વારા પૂતળા દહન કરીને વિરોધ કરાયો હતો.સુરતમાં રેલવે મંત્રી વલ્ડકલાસ રેલવે સ્ટેશનના એમઓયુ કરવા માટે આવ્યા હતા ત્યારે પ્રજાલક્ષી પ્રશ્નો લઈને મુલાકાતે ગયેલા માજી ઝેડ આરયુસીસી મેમ્બર અને ઇંટુકના પ્રવક્તાને મુલાકાત ન આપતા રેલવે સ્ટેશન પર રેલવે મંત્રી ના પૂતળા દહન કરી ને વિરોધ દર્શવ્યો હતો.રેલવે મંત્રી ના હાય હાય ના નારા બોલાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પ્રદર્શનકારોએ આક્ષેપો કર્યા હતા કે રેલવે મંત્રી શા માટે પ્રજાનું સંભાળવા તૈયાર નથી તેવા અનેક સવાલો ઉઠાવ્યા હતા.બનાવની જાણ રેલવે પોલીસને થાય તે પહેલા વિરોધકર્તાઓ ભાગી ગયા હતા ત્યાર બાદ રેલવે પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: ગુજરાત, પુતળા દહન, પોલીસ`, રેલવે મંત્રી, સુરેશ પ્રભુ