'40 મહિના સુધી રૂ. 500 ભરો અને રૂ.54,000 મેળવો,' વધુ એક કંપનીનું ઉઠામણું

News18 Gujarati
Updated: November 15, 2018, 5:18 PM IST
'40 મહિના સુધી રૂ. 500 ભરો અને રૂ.54,000 મેળવો,' વધુ એક કંપનીનું ઉઠામણું
એજન્ટે ૪ મે ૨૦૧૮ના રોજ પોલીસને કંપની દ્વારા કરવામાં આવેલી છેતરપીંડી અંગે અરજી આપી હતી. પણ પોલીસે ફરિયાદ નોંધવામાં વિલંબ કરતા કંપનીની ઓફિસને તાળા મારી માલિક ફરાર થઇ ગયા હતા.

એજન્ટે ૪ મે ૨૦૧૮ના રોજ પોલીસને કંપની દ્વારા કરવામાં આવેલી છેતરપીંડી અંગે અરજી આપી હતી. પણ પોલીસે ફરિયાદ નોંધવામાં વિલંબ કરતા કંપનીની ઓફિસને તાળા મારી માલિક ફરાર થઇ ગયા હતા.

  • Share this:
કિર્તેશ પટેલ - સુરત

સુરતમાં લોભામણી જાહેરાત આપીને લોકોનૈ પૈસા લઈ કે પટેલ માઈક્રો ફાઇન્સાસ કંપનીના આયોજક ગાયબ થતાં લોકોના રૂપિયા ડુબી ગયાં છે. આવી યોજનામાં ૨૦૦૦ જેટલા સભ્યોના પૈસા સલવાયા છે પરંતુ હાલમાં યોજનામાં એજન્ટ તરીકે કામ કરતાં એક વ્યક્તિએ ૫૦ સભ્યોના ૧૪.૪૯ લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ બાદ હવે સુરતવાસીઓ ઠગની ઠગાઈનો શિકાર બન્યા છે. લોભામણી જાહેરતો આપી લોકો પાસેથી રૂપિયા પડાવી કે.પટેલ માઈક્રો ફાઈનાન્સ કંપનીના માલિક ગાયબ થયા છે. જેના કારણે 1400 લોકોના કરોડો રૂપિયા સલવાયા છે. કે.પટેલ ફાઈનાન્સ કંપનીના માલિક લોકો પાસેથી 2.80 કરોડ રૂપિયા લઈને ગાયબ થઈ જતા રૂપિયા ભરનાર લોકોના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. જેની ફરિયાદ નિલેશ શેઠ દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીના માલિક કાંતિ તાડ અને ભરત ઝરીવાલાએ એક સ્કીમ મુકી હતી. જેમાં 40 મહિના સુધી દર મહિેને રૂપિયા 500 ભરવાના રહેતા, અને 40 માસ બાદ ગ્રાહકોને 54 હજાર રૂપિયા પરત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે કંપની પાસે તમામ સભ્યોના 40 મહિનાના રૂપિયા આવી ગયા. લોકોને રૂપિયા પરત કરવાનો સમય આવ્યો, ત્યારે બન્ને આરોપી રૂપિયા લઈને ફરાર થઈ ગયા. આ અંગેની જાણકારી મે 2018માં પોલીસને કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી, ત્યારે આ મામલે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે.

સુરતમાં આવી બોગસ કંપની ખોલવામાં આવીયા બાદમાં મોટી સંખ્યામાં લોકોના રૂપિયા લઈ રાતો રાત સંચાલકો ગાયબ થઈ જતા હોય છે. ત્યારે આ કંપની દ્વારા પણ ૪૦ મહિના સુધી ૫૦૦ રૂપિયા ભરીને ત્યાર બાદ છેલ્લા મહિને ૫૪ હજાર મેળવવાની લોભામણી યોજનામાં અનેક લોકોના પૈસા ડુબી ગયાં છે. આ યોજના માત્ર સુરતમાં જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ગામો સાથે મુંબઈમાં પણ શરૂ થઈ હતી. યોજનાનો સમય પુરો થતાં ભાડુતી ઓફિસમાં તાળા મારી માલિક ફરાર થતાં એજન્ટ તરીકે કામ કરતાં લોકો ભેરવાઈ ગયાં છે. આ કંપનીની વાત કરવામાં આવે તો અંદાજીત1400 લોકોના રૂા.2.80 કરોડ સલાયા છે અન્ય એજન્ટો બહાર આવે તો ઠગાઇનો સત્તાવાર આંકડો વધી શકે તેમ છે.

સુરતના કતારગામ પોલીસ મથકની હદમાં લોભામણી સ્કીમ જાહેર કરીને લોકોના ૧૪.૪૯ લાખ રૂપિયાની છેતરપીંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે નિલેશ શેઠે રાજકોટ નજીકના કાંતિ રણછોડ તાડાએ પટેલ એસોસીએટ્સ તથા કે. પટેલ માઈક્રોફાઈનાન્સ નામની કંપની ખોલી હતી.ફરિયાદી એજન્ટ નિલેશ શેઠે જણાવ્યું કે, આ કંપનીએ અમને ફીક્સ ડિપોઝીટના સર્ટીફીકેટ પણ બતાવ્યા હતા. સુરતમાં કતારગામ, અમરોલી, ઉધના અને વરાછા વિસ્તારમાં આ પ્રકારની યોજનાની ઓફિસ ખુલી હતી. જેમાં હું એજન્ટ તરીકે કામ કરતો હતો મેં ૫૦ સભ્ય બનાવ્યા તેના દર મહિને ૫૦૦ રૂપિયા લેખે કંપનીમાં ૧૪.૪૯ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. કંપનીમાં ૪૦ મહિના સુધી દર મહિને ૫૦૦ રૂપિયા ભરવામા આવતા હતા. અને ડ્રો થાય તેમ પૈસા ન ભરવાના અને તેમને ૫૪ હજાર રૂપિયા આપી દેવામાં આવતા હતા. ૪૦ મહિના સુધી ૪૦ લોકોને ૫૪ હજાર મળી ગયાં હતા. પરંતુ ત્યાર બાદ બાકીના સભ્યો બચે તેને ૪૦ માસ બાદ ૫૪ હજાર આપવાના બદલે ભાડુતી ઓફિસ બંધ કરીને કંપનીના માલિક અને મેનેજર ફરાર થઈ ગયાં છે. જ્યારે બાકીના ૧૪૦૦ લોકોના રૂા.૨.૮૦ કરોડથી વધુની રકમ લઈ કંપની તાળા મારીને ભાગી ગઈ છે. નિલેશ શેઠની જેમ બીજા એજન્ટ ફરિયાદ માટે બહાર આવે તો કંપની દ્વારા કરવામાં આવેલા ચીટીંગનો આંકડો સુરતમાં જ ઉંચે જવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરો અને સૌરાષ્ટ્રના શહેરોમાં પણ આ સ્કીમ હોવાથી છેતરપીંડીની કરોડોમાં થઇ હોવાની શક્યતા છે.

સુરતના લોકોને લોભામણી સ્કીમમાં લાખો રૂપિયાની છેતરપીંડીના મુદ્દે ચેક બાઉન્સ થતાં એજન્ટે પોતાના ૫૦ સભ્યો માટે કંપનીના મેનેજર અને માલિક સામે પોલીસ ફરિયાદ કરવા માટે છ માસ પહેલાં શરૂઆત કરી હતી. એજન્ટે ૪ મે ૨૦૧૮ના રોજ પોલીસને કંપની દ્વારા કરવામાં આવેલી છેતરપીંડી અંગે અરજી આપી હતી. પણ પોલીસે ફરિયાદ નોંધવામાં વિલંબ કરતા કંપનીની ઓફિસને તાળા મારી માલિક ફરાર થઇ ગયા હતા. પોલીસે જો તુરંત કાર્યવાહી કરી હોત તો ઠગાઇ કરનારા પકડાઇ ગયા હોત અને લોકોના પૈસા પણ રીકવર કરી શકાયા હોત. કેસમાં પોલીસની ભૂમિકા સામે પણ શંકાની સોય તકાઇ રહી છે.
First published: November 15, 2018, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading