સુરતીલાલા હરમીતે કોમનવેલ્થમાં રંગ રાખ્યો : જીત્યો ગોલ્ડ મેડલ !

લગભગ 50થી વધારે દેશોમાં જઈ ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી લગભગ 150 મેડલ્સ જીતનારા હરમીત સંખ્યાબંધ નેશનલ અને ઇન્ટરનેશનલ ગેમ્સમાં દેશનું નામ રોશન કરી ચુક્યો છે.

લગભગ 50થી વધારે દેશોમાં જઈ ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી લગભગ 150 મેડલ્સ જીતનારા હરમીત સંખ્યાબંધ નેશનલ અને ઇન્ટરનેશનલ ગેમ્સમાં દેશનું નામ રોશન કરી ચુક્યો છે.

 • Share this:
  આનંદ પટ્ટણી, સુરત :

   ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ માં આજે ગુજરાતી જુવાન હરમીત દેસાઈએ ગોલ્ડ મેડલ જીતીને છાકો પડી દીધો છે. ટેબલ ટેનિસમાં સુરતના હરમીત દેસાઈ અને તેની ટીમે ડબલ્સની મેચમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. હરમીતની આ જીતથી માત્ર તેના માતા-પિતા જ નહિ સમગ્ર સુરત શહેર અને રાજ્યમાં આનંદ ફેલાયો છે.

  સિંગાપોરને હરાવીને ફાઈનલમાં પહોંચેલા હરમીત અને જી. સાથીયાન અને શરથ કમલની જોડીએ ફાઈનલમાં નાઈઝીરીયા સામે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 3-0થી ફાઈનલ જીતીને ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. લગભગ 50થી વધારે દેશોમાં જઈ ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી લગભગ 150 મેડલ્સ જીતનારા હરમીત સંખ્યાબંધ નેશનલ અને ઇન્ટરનેશનલ ગેમ્સમાં દેશનું નામ રોશન કરી ચુક્યો છે.

  સુરતના ડુમસ રોડ વિસ્તારમાં રહેતા દેસાઈ પરિવારના 24 વર્ષીય પુત્ર હરમીત દેસાઈના માતા-પિતા રાંદેર રોડ પર નર્સરી શાળા ચલાવે છે. તેના માતા- પિતાએ જણાવ્યું હતું ,કે હરમીત પાંચ વર્ષની ઉંમરથી જ ખૂબ જ ઉત્સાહી અને મહેનતુ હતો.પાંચ વર્ષની ઉંમરથી તેને ટેબલ ટેનિસ રમવાની શરૂઆત  કરી હતી. તે  આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ અગાઉ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ હરમીત અનેક સિદ્ધિઓ હાંસિલ કરી ગોલ્ડ,બ્રોન્ઝ,સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ચુક્યો છે. હરમીત માટે જર્મનીથી એક રોબો મશીન પણ મંગાવવામાં આવ્યું હતું જેના સહયોગથી  હરમીતે એકાંતમાં પ્રેક્ટિસ પણ કરી હતી"

  હરમીતના પિતા રાજુલ દેસાઈ કહે છે કે, 'હરમીતની પણ જીદ હતી કે, ટેબલટેનિસમાં વિશ્વમાં નામના મેળવવી છે. હરમીતે એટલો સંઘર્ષ પણ કર્યો અને સફળતાને આંબી શક્યો.જો કે મારો હરમીત જંપીને બેસવાનો નથી,તેનું સપનું તો ઓલમ્પિકની સ્પર્ધામાં રમવાનું અને જીતવાનું છે. હરમીતે ૮ વર્ષની ઉંમરે જ અંડર-૧૦નું સ્ટેટ લેવલનું ટાઇટલ મેળવ્યું હતું.અત્યાર સુધીમાં ૧પ૦થી વધુ મેડલ તેણે મેળવ્યા છે.હવે તો અમે મેડલ ગણવાના પણ બંધ કરી દીધા છે"
  Published by:sanjay kachot
  First published: