સુરત : ક્રાઇમ પેટ્રોલ જોયા બાદ ગળે દુપટ્ટો બાંધી સ્ટન્ટ કરવા જતા કિશોરનું મોત

News18 Gujarati
Updated: July 15, 2019, 9:25 AM IST
સુરત : ક્રાઇમ પેટ્રોલ જોયા બાદ ગળે દુપટ્ટો બાંધી સ્ટન્ટ કરવા જતા કિશોરનું મોત
પ્રતિકાત્મક તસવીર

સુરતના સરથાણામાં રહેતા શ્રમજીવી પરિવારે દીકરો ગુમાવ્યો, કિશોરનો સ્ટન્ટ પરિવારને ભારે પડ્યો

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : ફિલ્મ અને ટેલિવિઝન પર આવતા કાર્યક્રમોની નકલ કરવી ક્યારેક જોખમી સાબીત થતી હોય છે. આ પ્રકારની નકલો જીવનો ભોગ પણ લઈ જાય છે. આવી જ એક ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં ઘટી છે, સરથાણાના એક યુવકે ટેલિવિઝન શો ક્રાઇમ પેટ્રોલ નિહાળી તેમા નિહાળેલો એક સ્ટેન્ટ કરવાનો પ્રયાસ કરતા તેનું મોત થયું છે.

વરાછા યોગીચોક સાવલિયા સર્કલ પાસે સર્વોદય હાઈટ્સ નિર્માણાધીન બીબીસી બિલ્ડીંગ ખાતે રહેતા મુન્નાભાઇ પંડા કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરી કરે છે. દોઢ મહિનો પહેલા જ તેઓ બે પુત્ર અને બે પુત્રીઓ સહિતના પરિવાર સાથે સુરત મજૂરી કરવા માટે આવ્યા હતા. શનિવારે તેમનો પુત્ર આસુતોષ(13) ટીવી પર ક્રાઈમ પેટ્રોલ જોતો હતો. દરમિયાન તેની માતા ન્હાવા માટે ગયા હતા. દરમિયાન ટીવી સિરીયલમાં આવેલા કોઈક સીનનું અનુકરણ કરતી વખતે તેને ફાંસો લાગી ગયો હતો.

આ પણ વાંચો : ASI-કોન્સ્ટેબલ અપમૃત્યુ કેસ : ખુશ્બુના મિત્ર ASI કુછડિયા સામે ખાતાકીય તપાસ

થોડો સમય બાદ જ્યારે માતા નાહીને પરત આવ્યા ત્યારે રૂમની અંદરનું દ્રશ્ય જોઈ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તેમણે બૂમાબૂમ કરતા અન્ય શ્રમજીવીઓ દોડી આવ્યા હતા અને આસુતોષને નીચે ઉતારી તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સરથાણા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : કાંકરિયા દુર્ઘટના : રાઇડના માલિક સહીત 6 વ્યક્તિ સામે ગુનો દાખલ

કિશોરને ગળેફાંસો લાગી જતા તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાં કિશોરને લઈ તો જવાયો પરંતુ તેના શ્વાસ થંભી ગયા હતા. એક પરિવારે ટેલિવિઝન શોના સ્ટન્ટના કારણે પોતાનો વ્હાલસોયો ગુમાવ્યો છે. સુરતનો આ કિસ્સો અનેક પરિવારો માટે લાલબત્તી સમાન છે. 
First published: July 15, 2019
વધુ વાંચો
अगली ख़बर