હીરા ઉદ્યોગ માટે નાણાકીય વર્ષ 2018-19 નિરાશાજનક રહ્યું,આયાત-નિકાસ ઘટી

News18 Gujarati
Updated: April 4, 2019, 9:38 AM IST
હીરા ઉદ્યોગ માટે નાણાકીય વર્ષ 2018-19 નિરાશાજનક રહ્યું,આયાત-નિકાસ ઘટી
પ્રતિકાત્મક તસવીર

ગત વર્ષે સુરતના હીરા ઉદ્યોગમાં નિકાસમાં જથ્થાની દૃષ્ટીએ 13.15 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત હીરા ઉદ્યોગ પર ઇમ્પોર્ટ ડ્યૂટીનું ભારણ વધતા સુરતમાંથી 40 ટકા ઇમ્પોર્ટમાં પણ ઘટાડો નોંધાયો હતો.

  • Share this:
કિર્તેશ પટેલ, ,સુરત : વિકાસની વાતો વચ્ચે સુરતનો હીરા ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. વર્ષ 2018-19 સુરત માટે નિરાશાજનક રહ્યું હતું. ગત વર્ષે સુરતના હિરા ઉદ્યોગમાં નિકાસમાં જથ્થાની દૃષ્ટીએ 13.15 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત હીરા ઉદ્યોગ પર ઇમ્પોર્ટ ડ્યૂટીનું ભારણ વધતા સુરતમાંથી 40 ટકા ઇમ્પોર્ટમાં પણ ઘટાડો નોંધાયો હતો.

ગત નાણાકિય વર્ષમાં ડાયમંડના આયાત નિકાસના આંકડા ચોંકવાનારા છે. વર્ષ 2017-18માં 348.60 લાખ કેરેટ પોલિશ્ડ ડાયમંડી નિકાસ થ ઈહતી, જ્યારે તાજેતરમાંજ પૂર્ણ થયેલા વર્ષ 2018-19માં 302.77 લાખ કેરેટ પોલિશ્ડ ડયમંડનું એક્સપોર્ટ થયું છે. આમ જથ્થાની દૃષ્ટીએ નિકાસમાં 13.15 લાખ કેરેટની ઓછી નિકાસ થઈ હતી.

ડાયમંડની આયામાં 40 ટકા ઘટાડો

ગત વર્ષે પોલિશ્ડ ડાયમંડની આયાત પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવી હતી. આ ડ્યૂટી વધારીની અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી છે. ડાયમંડની આયાતમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2017-18ની સરખામણીએ વર્ષ 2018-19માં પોલિશ્ડ ડાયમંડની આયાત 40.58 ટકા ઓછી રહી હતી. જેમાં સુરતમાં સુરતમાં પોલિશ્ડ ડાયમંડની આયાતમાં 74.24 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
Published by: Jay Mishra
First published: April 4, 2019, 9:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading