સુરતમાં ઘેટાં બકરાંની જેમ બાળકો ભરેલી સ્કૂલ રિક્ષાનો વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: September 20, 2019, 3:05 PM IST
સુરતમાં ઘેટાં બકરાંની જેમ બાળકો ભરેલી સ્કૂલ રિક્ષાનો વીડિયો વાયરલ
બાળકોને ઘેટાં બકરાની જેમ ભરી સવારી કરી રહેલી રીક્ષાનો વીડિયો વાયરલ થયો હતો.

સુરત પોલીસે (Surat Police) ડીંડોલી વિસ્તારના (dindoli) વીડિયો વિશે કહ્યું કે આવી રીક્ષા (rickshaw) અને વાન (van) ચાલકોના લાયસન્સ (license) કેન્સલ કરવાની કાર્યવાહી કરાશે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતના (surat) ચોક બજાર વિસ્તારમાં એક જ ઑટોમાંથી 20 વિદ્યાર્થી નીકળ્યાનાં બીજા દિવસે ડીંડોલી (Dindoli) વિસ્તારમાં બાળકોથી ખીચોખીચ ભરેલી રિક્ષા (Overload Rickshaw) રસ્તા પર દોડતી હોવાનો વીડિયો (vidoe) સોશિયલ મીડિયા માં વાઇરલ (viral) થયો છે. શહેરમાં એક બાદ એક વીડિયો સામે આવતાં તંત્ર દોડતું થઇ ગયું છે પણ વાલીઓ આંખ આડા કાન કરતાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. એક બાજુ સુરત પોલીસની (surat Police) દરમિયાનગીરી બાદ રિક્ષા ચાલકોએ ઓછા બાળકો ભરી વધુ ભાડે રીક્ષા ચલાવવા માટે તૈયારી દર્શાવી હતી તો બીજી બાજુ હજુ પણ કેટલીય રિક્ષા આવી રીતે જોખમી સવારી કરી રહી છે.

સુરતના ડીંડોલી વિસ્તારમાં સાંઈ પોઈન્ટથી ઘેટાં બકરાની જેમ ઑવરબ્રીજ પર જતી રિક્ષા (જીજે 05 બીવી 6718)ને સ્કૂલ સુધી પહોંચતાં ઘણા ટ્રાફિક સિગ્નલ અને પોલીસ જવાનો મળ્યા હોવા છતાં આ રિક્ષા બેરોકટોક ચાલતી હોય તેવો એક વીડિયો સોશલમીડિયામાં વાઇરલ થયો છે. આગળ પોલીસના ચાર જવાનો ટ્રાફિક પૉઈન્ટ પર હોવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરાઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ લાગી રહી છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલ વીડિયોને લઈને અનેક સવાલ ઉભા થયા છે. ગતરોજ આજ પ્રકારનો વીડિયો સામે આવ્યો હતો જેમાં એક રિક્ષા ચાલક 20 બાળકો બેસાડી લઈ જતો હોવાથી પોલીસ દ્વારા 500 રૂપિયા નો દંડ પણ કરવામાં આવ્યો હતો.આ પણ વાંચો :   CM રૂપાણીની ગાડીની વાયરલ તસવીરના મામલે એક શખ્સની ધરપકડ

જ્યારે કોઈ અઘટિત ઘટના બને ત્યારે તંત્ર સફાળું જાગે છે. જૂન મહિનામાં રિક્ષા ચાલકો વધુ બાળકો ન બેસાડે તે માટે RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા એક ઝૂંબેશ ઉપાડવામાં આવી હતી જેને લઈને રિક્ષા અને સ્કૂલ વેન ચાલકો એ હડતાલ કરી

હતી અને યોગ્ય ભાડું નહિ આપતાં તેમને વધુ બાળકો બેસાડવા પડે છે તેવી દલીલો કરી હતી. જોકે, પોલીસ અને RTOના દબાણ હેઠળ રિક્ષા ચાલકોએએ ઓછા બાળકો બેસાડવાનું શરૂ કર્યુ હતું. આ તમામ જહેમત બાદ પણ કેટલાક રિક્ષા ચાલકો વધારે ભાડું કમાઈ લેવાની લાલચે આવી મોતની સવારીઓ ચલાવી રહ્યા છે.

કડક કાર્યવાહી કરી લાયસન્સ કેન્સલ કરાશે : ACP ટ્રાફિકઆ મામલે સુરત ટ્રાફિક પોલીસના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (A.C.P)દવેએ જણાવ્યું કે 'આવા કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવે, આ કાર્યવાહી સ્કૂલ દ્વારા કરવામાં આવે ત્યારે આવી ઘટના અટકી શકે. જોકે સ્કૂલ અને વાલીઓમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી ફરીથી RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલોને જાણ કરવામાં આવશે અને આવી રિક્ષા અને સ્કૂલવેન ચાલકોના લાયસન્સ કેન્સલ કરવાની કાર્યવાહી સુરત પોલીસ આગામી દિવસમાં કરશે.
First published: September 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading