Home /News /gujarat /

સુરત : યુવકે મોબાઇલમાં પોર્ન ક્લિપ બતાવી બાળાઓ સાથે અડપલાં કર્યા

સુરત : યુવકે મોબાઇલમાં પોર્ન ક્લિપ બતાવી બાળાઓ સાથે અડપલાં કર્યા

પ્રતિકાત્મક તસવીર

11 વર્ષની બાળકીએ માતાની શિખામણ બાદ ભાંડો ફોડી નાખ્યો, 8 માસથી બાળકીઓને લલચાવી વિકૃત હરકત કરતો હતો.

    કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરમાં યુવતી અને બાળા સાથે શોષણની બે ઘટના સામે આવી છે. શહેરના કતારગામ વિસ્તારમાં ધનમોરા પાસે એક આઇસગોલા વાળો સ્થાનિક બાળાઓને લલચાવી અને મોબાઇલમાં પોર્ન વીડિયો દર્શાવી અશ્લીલ હરકતો કરતો હોવાની વિગતો સામે આવી છે. જોકે, બાળાએ માતાની શિખામણ બાદ ભાંડો ફોડી દેતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

    કતારગામ વિસ્તારમાં નવા સ્વામિનારાણય મંદિર પાસે કલ્પ વૃક્ષ એપાર્ટમેન્ટમાં રહેતો હિતેષ ચૌહાણ ધનમોરા પાસે આઇસગોલાની દૂકાન ચલવાવે છે. મૂળ જૂનાગઢનો વતની હિતેષ છેલ્લા ઘણા સમયથી બાળાને ચોકલેટ આપવાના બહાને દૂકાનમાં બોલાવી અને મિક્સર મશીન કે ફ્રીઝની આડશમાં મોબાઇલમાં પોર્ન ફિલ્મો બતાવી અડપલાં કરતો હતો.

    આ પણ વાંચો :  અમદાવાદઃ પ્રેમલગ્ન કર્યા બાદ યુવતીની આત્મહત્યા, મૃતદેહ પર મારપીટના નિશાન

    ત્રણ દિવસ પહેલા 11 વર્ષની બાળકીને તેની માતાએ કહ્યું કે કોઈ અજાણ્યો વ્યકિત નજીક બોલાવે કે કોઈ શરીરે પ્રાયવેટ પાર્ટ પર હાથ ફેરવે એટલે એવા વ્યકિતથી તરતજ દૂર થઈ જવાનું અને બૂમાબૂમ કરવાની. એટલે એ બાળકીએ તેની માતાને કહ્યું કે આઈસવાળઓ અંકલ સોસાયટીની અન્ય બાળકીઓને દુકાનમાં બોલાવીને ગંદા વીડિયો બતાવે છે અને શરીરે હાથ ફેરવે છે.તેથી તેની માતા ચોંકી ગઈ. તેણીએ પતિને વાત કરી અને સોસાયટીના અન્ય લોકો સાથે મિટિંગ કરીને હિતેશની હરકત વિશે ચર્ચા કરી હતી. તેમાં ખબર પડી કે હિતેશે પાંચ બાળકીઓ સાથે છેડતી કરી છે.

    ટ્રાવેલ સંચાલકે લગ્નની લાલચે સહકર્મી પર દુષ્કર્મ આચર્યુ

    શહેરમાં ચકચાર મચાનાર બીજો કિસ્સો ઘોડદોડ રોડ ખાતે બન્યો છે. વિસ્તારમાં પાસપોર્ટ વિઝાની અને ટુર ટ્રાવેલ્સની દૂકાન ચલાવતા દુષ્યંત બચકાની વાલા સામે ઉમરા પોલીસ મથકમાં એક યુવતીએ લગ્નની લાલચે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. યુવતી ભુપેન્દ્રની એજન્સીમાં કામ કરતી હતી. પીડિતાનો આક્ષેપ છે કે ભુપેન્દ્રએ લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ આચર્યુ હતું પરંતુ જ્યારે લગ્નની વાત કરી તો હાથ પકડી અને નોકરીમાંથી કાઢી મૂકી હતી. યુવતીએ તેણીની સાથે નવેમ્બર 2018થી જુલાઇ 2019 વચ્ચે અલગ અલગ જગ્યાઓએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Molestation, ગુનો, બળાત્કાર, સુરત

    આગામી સમાચાર