સુરત: કોરોનાની બીજી વેવમાં સુરતના ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ (Surat Textile Industry) સાથે સંકળાયેલા વેપારીઓની ચિંતા વધી હતી. જોકે દિવાળીના દિવસો નજીક આવતા જ ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ વેપારીઓ ચિંતામુક્ત થયા છે. દિવાળીના (Diwali) 45થી 60 દિવસમાં ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગનો કરોડોનો વેપાર થયો છે. જેમાં હવે દિવાળીના આડે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે અન્ય રાજ્યોમાંથી મબલક ઓર્ડરો નીકળતા ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ દ્વારા અંદાજીત 9 હજાર કરોડના વેપારનો અંદાજ માનવામાં આવી રહ્યો છે.જે ગત વર્ષની સરખામણીએ બેગણો વધારે વેપાર થવા જાય છે.જેના પગલે સુરતના ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગમાં દિવાળીના પર્વને લઈ હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગના વેપારીઓને નવા વેપારની આશા
સુરતમાં જીએસટી પહેલા ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગનો દિવાળી દરમ્યાન બાર હજાર કરોડનો વેપાર રહ્યો હતો.જે જીએસટી બાદ નવ હજાર કરોડની આસપાસ થઈ ગયો હતો.પરંતુ કોરોનાની પ્રથમ લહેર અને લોક ડાઉનના કારણે આ વેપારમાં મોટો ઘટાડો થયો હતો.જે વેપાર સીધો 6 હજાર કરોડની આસપાસ પોહચી ગયો હતો.કોરોનાના કારણે અન્ય રાજ્યોમાં પણ સ્થિતિ ખૂબ જ વિકટ બની હતી.જેના પગલે સુરતના ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગમાં ચિંતાજનક વધારો થયક હતો.પરંતુ કોરોનાની બીજી લહેરમાં નહિ નહીં કરતા પણ સુરતના ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ દ્વારા દિવાળી દરમ્યાન સાડા છ થી સાત હજાર કરોડનો વેપાર કર્યો હતો.જેના કારણે ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગના વેપારીઓને નવા વેપારની આશા બંધાઈ હતી.
આ વચ્ચે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગતા વેપારીઓ ફરી ચિંતામા મુકાયા હતા.જોકે, સુરત સહિત અન્ય રાજ્યોમાં કોરોનાનો કહેર થાળે પડતા જનજીવન પહેલાંની જેમ રાબેતા મુજબ થતું ગયું. જેના પગલે તહેવારોની સિઝનને લઈ અન્ય રાજ્યો બહારથી સુરતના ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગના વેપારીઓને મબલક પ્રમાણમાં ઓર્ડરો મળતા થયા. સુરતના રિંગ રોડ વિસ્તારમાં પ્રતિદિવસ જે અઢી હજાર કરોડ કાપડનો માલ ઠાલવવામાં આવતો હતો, તે હાલ વધીને સાડા ચાર હજાર કરોડ મીટર પર પોહચી ગયું છે. એટલે સરવાળે જોવા જઈએ તો ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગમાં ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરત ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગનો માત્ર દિવાળીના 45 થી 60 દિવસનો સૌથી મોટો વેપાર છે.જ્યાં દિવાળી ને માત્ર હવે 10 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે દિવાળી સુધીમાં કુલ નવ હજાર કરોડનો પાર વેપાર પોંહચી જશે તેવો દાવો ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગના અગ્રણી રંગનાથ શારદાએ વ્યક્ત કર્યો છે. કોરોનાની બીજી લહેર વચ્ચે જ્યાં સુરતથી માત્ર 80થી 100 જેટલી ટ્રક માલ ભરી અન્ય રાજ્યોમાં જતી હતી, તે ટ્રકોની સંખ્યામાં હવે જંગી ઉછાળો આવ્યો છે. જેના કારણે હાલની જ સ્થિતિએ સુરતથી 350 થી 400 જેટલી ટ્રક માલ ભરી અન્ય રાજ્યોમાં જઈ રહી છે.
" isDesktop="true" id="1143519" >
અન્ય રાજ્યોના વેપારીઓ તો મોટા પ્રમાણમાં ઓર્ડરો સુરતના વેપારીઓને આપી રહ્યા છે.જ્યાં અન્ય રાજ્યોના વેપારીઓ દ્વારા દિવાળી બાદ આવી રહેલ લગ્નસરા જેવા પ્રસંગોનો સ્ટોક પણ હમણાંથી જ કરવામાં આવી રહ્યો છે.જેના કારણે સુરતના વેપારીઓની દિવાળી આ વખતે ચોક્કસથી ફળી છે.જેના પગલે સુરતના ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગની આર્થિક પરિસ્થિતિ ફરી પહેલાંની જેમ પાટે ચઢી રહી છે.જેને લઇ સુરતના ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે....