સુરત : Corona કર્ફ્યૂ અને અન્ય રાજ્યોનાં Lockdownથી કાપડ બજારને 12,000 કરોડનો ફટકો! જાણો વેપારીઓનું ગણિત

સુરત ટેક્સટાઇલ માર્કેટને કરોડોની નુકસાની

રિંગ રોડ વિસ્તારમાં પ્રતિદિવસ ઠાલવવામાં આવતું અંદાજીત અઢી કરોડ મીટર કાપડનો (Textile) જથ્થો કોરોનાની લાંબી માર બાદ હવે માત્ર માંડ માંડ 1 કરોડ મીટરની આસપાસ જ રહી ગયું

  • Share this:
સુરતના (Surat) રિંગ રોડ વિસ્તારમાં પ્રતિદિવસ ઠાલવવામાં આવતું અંદાજીત અઢી કરોડ મીટર કાપડનો (Textile) જથ્થો કોરોનાની લાંબી માર બાદ હવે માત્ર માંડ માંડ 1 કરોડ મીટરની આસપાસ જ રહી ગયું છે.જેના કારણે સુરતના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓની (Businessmen) ચિંતા પણ વધી છે.હમણાં સુધી કોરોનાની (Coronavirus) મારના કારણે સુરતના ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગને 12 હજાર કરોડનો મોટો ફટકો વેપારમાં પડી ચુક્યો છે. માર્કેટમાં 60 ટકા કારીગરો કોરોનાના કારણે વતન હિઝરત (Migration) કરી ચુક્યા છે.જેના પગલે માર્કેટમાં હાલ કારીગરોની પણ અછત વર્તાય રહી છે.જો કે હાલ જ ફરી શરૂ થયેલી માર્કેટને લઈ વેપારીઓમાં એક નવી આશાનું કિરણ જાગ્યું હતું,પરંતુ અન્ય રાજ્યોમાં લૉકડાઉનની સ્થિતિને લઈ તે આશા પર પણ પાણી ફરી વળ્યું છે.

સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટ પર જાણે કોરોના બાદ મોટું ગ્રહણ લાગ્યું છે.લોક ડાઉન બાદ માંડ માંડ સ્થિતિ સામાન્ય બની રહી હતી,ત્યાં કોરોનાની બીજી લહેર ના કારણે વેપારીઓને મોટો ફટકો પડયો છે.કોરોનાની પહેલી લહેરમાં ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગની સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી હતી.માંડ માંડ પાટા પર આવેલ સ્થિતિ ફરી સામાન્ય બની હતી.પરંતુ જેવી કોરોનાની બીજી લહેર આવતા જ ટેકસ્ટાઈલ્સ માર્કેટની પડતી ફરી શરૂ થઈ ગઈ.

આ પણ વાંચો : 59 વર્ષના લાઇનમેનનો જુવાનડાઓને શરમાવે એવો Live Video, વાયર રીપેર કરવા તળાવમાં 100 ફૂટ જેટલું તરીને થાંભલે ચઢ્યા

ત્રણ સપ્તાહ સુધી રિંગ રોડ વિસ્તારની તમામ ટેક્સટાઇલ માર્કેટ કોરોનાના સંક્રમમની ચેનને તોડવા બંધ રાખવી પડી હતી.જે બાદ રાજ્ય સરકારેના આદેશ ના પગલે માર્કેટ ફરી શરૂ કરવામાં આવી.જ્યાં વેપારીઓમાં પણ ધંધા-વેપારની એક નવી આશા જાગી હતી.અગાઉ રમઝાન,અખાત્રીજ જેવા તહેવારોની સિઝન કોરોનાના કારણે નિષ્ફળ જતા મોટો ફટકો વેપારીઓને પડ્યો હતો.અન્ય શહેરો અને રાજ્યોમાં લોક ડાઉનના કારણે માર્કેટ બંધ રહેતા માલની આવાગમન પણ બંધ પડી ગયું.

આ પણ વાંચો : સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day થયો વિવાદ

એટલું જ નહીં વેપારીઓ દ્વારા અગાઉ મોકલવામાં આવેલ માલનું પેમેન્ટ પણ અટકી પડ્યું.જેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા.રિંગ રોડની અંદાજીત 175 જેટલી ટેકસ્ટાઈલ્સ માર્કેટ આવેલ છે.જેના પર અંદાજીત 3 લાખ કારીગરો રોજગારી મેળવે છે.પરંતુ કોરોનાની બીજી લહેરમાં મોટાભાગના કારીગરો વતન હિંઝરત કરી ગયા છે.હાલ ચોમાસા ની ૠતુ શરૂ થવાની છે,જેથી ખેડૂત કારીગરો હાલ સુરત વાપસી કરવા તૈયાર નથી.

આ પણ વાંચો :  સુરત : મેયર માટે SMCએ 5 કરોડનો 'મહેલ' બંધાવ્યો, મંત્રીઓનાં નિવાસને આટી મારે એવો વૈભવ

આ પણ વાંચો : સુરત : બૂટલેગરના પ્રસંગમાં 'ખાખી મહેમાન' ત્રાટક્યા, Video Viral થતા કાર્યવાહી, ઉડાડ્યા હતા નિયમોના ધજાગરા

12 હજાર કરોડનો મોટો ફટકો

જેના પગલે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.કાપડ બજારમાં અગાઉ અઢી કરોડ મીટર કાપડનો જથ્થો ઠાલવવામાં આવતો હતો,જે ઘટી માંડ હવે એક કરોડ મીટર ની આસપાસ રહી ગયું છે.રિંગ રોડના કાપડ માર્કેટને સરેરાશ તહેવારોની સિઝન મળી કુલ 12 હજાર કરોડનો મોટો ફટકો પડયો હોવાનો દાવો જાતે ફોસ્તા ના ડિરેકટર કરી રહ્યા છે.જે પરથી કાપડ બજારની સ્થિતિ ની સાચી વાસ્તવિકતા શુ છે તે સમજી શકાય છે.

દુકાનના ભાડા સહિતનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ

રિંગ રોડની 175 જેટલી ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં 70 હજારથી પણ વધુ દુકાનો આવેલી છે.પરંતુ આ દુકાનોમાં હાલની સ્થિતિએ વેપારીઓ નવરાધૂપ જોવા મળી રહ્યા છે.કેટલાક વેપારીઓ માર્કેટમાં ભાડેથી દુકાન ધરાવે છે.પરંતુ હાલ કોરોનાની મહામારીના કારણે ના તો બહારથી કોઈ ખરીદી માટે આવી રહ્યા છે ના તો બહારથી ઓર્ડરો પણ મળી રહ્યા છે.જેના કારણે હાલ દુકાનના ભાડા સહિતનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની રહ્યું છે.

ટેકસ્ટાઈલ્સ માર્કેટના વેપારીઓ હવે તો ભગવાન ભરોસે પોતાનો સમય પસાર કરી રહ્યા છે.કોરોનાના કારણે વેપાર ઉદ્યોગ પર પડેલી ભારે અસરના પગલે વેપારીઓ ચિંતિત બન્યા છે.જ્યાં આગામી દિવસોમાં પરિસ્થિતિ ફરીથી સામાન્ય બને તેની વાટ ટેકસ્ટાઈલ્સ માર્કેટના વેપારીઓ જોઈ બેઠા છે.પરંતુ કોરોનાએ જે પ્રકારે વેપાર ઉદ્યોગ પર મોટી અસર પોહચાડી છે,તેને જોતા વેપારીઓને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.જે વાસ્તવિકતા કોઇથી છુપી નથી.
Published by:Jay Mishra
First published: