Home /News /gujarat /

સુરત: 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ ઇંટના ઘા મારીને કરેલી હત્યા કેસમાં 16મીએ આવશે ચુકાદો

સુરત: 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ ઇંટના ઘા મારીને કરેલી હત્યા કેસમાં 16મીએ આવશે ચુકાદો

આરોપીને કોર્ટમાં લઇ જવામાં આવ્યો

Surat News: બાળકીએ પ્રતિકાર કરતા આરોપીના જમણા હાથની આંગળી પર બચકું ભર્યું હતું. જેનાથી આરોપી ઉશ્કેરાઇ ગયો હતો જેથી તેણે બાળકીની હત્યા કરી નાંખી હતી.

    સુરત: શહેરમાં (Surat) 10 વર્ષની બાળકી પર દુષકર્મ ગુજારીને હત્યા (murder after rape on Minor) કરનાર આરોપી દિનેશ બૈસાણેને કોર્ટમાં રજૂ કરવમાં આવ્યો છે. જેનો ચુકાદો હવે 16મી તારીખે આવશે. આરોપીએ વડાપાઉં ખવડાવવાની લાલચ આપીને ઉધના બીઆરસી કમ્પાઉન્ડની ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચરીને હત્યા કરી હતી. આ જઘન્ય કૃત્ય કરનાર આરોપી દિનેશ બૈસાણે (Dinesh Besane) વિરુધ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ (Chargesheet) રજૂ કરી હતી. ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં મહત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફુટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારના માતા પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નોંધનીૉ છે કે, આ ઘટના 7 ડિસેમ્બરના રોજ બની હતી.

    આ ચુકાદા પર રહેશે તમામની નજર

    આજે સૌ કોઇની નજર કોર્ટના આ ચુકાદા પર રહેશે. બે દિવસ પહેલા જ પોકસો કોર્ટે અઢી વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. તો લોકોની માંગ છે કે, આ કેસમાં પણ આરોપીને ફાંસીની સજા કરવામાં આવે.

    આ પણ વાંચો - સુરત: તરૂણે યુવતીનું ફેક Insta ID બનાવીને કર્યા બીભત્સ મેસેજ, કારણ છે ચોંકાવનારું

    માથા પર ઈંટના 7 ઘા મારી હત્યા કરી હતી

    શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકી પોતાના મોટા કાકાના ઘરની બહાર એકલી રમતી હતી. ત્યારે આરોપી દિનેશ દશરથ બૈસાણેએ તેને વડાપાઉં ખવડાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેને ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે ઝાડીમાં લઇ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ પ્રતિકાર કરતા આરોપીના જમણા હાથની આંગળી પર બચકું ભર્યું હતું. જેનાથી આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને બાળકીને માથા પર ઈંટના 7 ઘા મારી હત્યા કરી દીધી હતી.

    આ પણ વાંચો - Rarest of The Rare Case: સુરતમાં દુષ્કર્મ-હત્યા કેસમાં બાળકીને મળ્યો ન્યાય, કોર્ટે આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા

    પોલીસે 15 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી

    બાળકીના વાલીએ આરોપી સામે અપહરણ, દુષ્કર્મ-હત્યા અને પોક્સો એક્ટના ભંગ અંતર્ગત ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે 15 દિવસમાં જ 232 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફુટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારના માતા પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

    ચુકાદો 16મી તારીખે

    સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ચાર્જફ્રેમની કાર્યવાહી બાદ કેસ કાર્યવાહીનો પ્રારંભ કરીને 45 સાક્ષીઓની સરતપાસ તથા બચાવપક્ષે ઉલટ તપાસની કાર્યવાહી પુરી કરી હતી. જેથી કોર્ટે આરોપી દિનેશ બૈસાણે વિરુધ્ધના પોક્સો કેસનો સંભવિત ચુકાદો આગામી તા.16મી ડીસેમ્બર સુધી મુલત્વી રાખ્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Minor girl, Rape and murder, ગુજરાત, સુરત

    આગામી સમાચાર