કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (Surat) શિક્ષક (Teacher) દ્વારા વિદ્યાર્થીને (Student) માર મારવાનો (Beaten) કિસ્સો સામે આવ્યો છે. વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાઈરલ (Viral) થઈ રહ્યો છે. શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવતાં વાલીઓ રોષે ભરાયા હતા અને વાલીઓએ શાળાના પરિસરમાં જ શિક્ષકની ધોલાઈ કરી હતી. જોકે, શાળા દ્વારા આ મામલે વિદ્યાર્થીને માર મારનાર શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. વાલીઓએ શિક્ષકને ફટાકર્યો હોવાથી શાળાના શિક્ષકોએ વાલીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની વિગત એવી છે કે શહેરના વરાછામાં આવેલી આશાદીપ વિદ્યાલય-1માં મંગળવારના રોજ ધોરણ 12ના વિદ્યાર્થીને લૉબીમાં માર મારવામાં આવ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા વાલીઓ બુધવારના રોજ શાળાએ પહોંચી ગયા અને હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.
આ ઘટનાથી રોષ ભરાયેલા વાલીઓ બુધવારે શાળાએ પહોંચી ગયા હતા અને માર મારનાર શિક્ષક સહિત અન્ય શિક્ષકોને માર માર્યો હતો. આખરે શાળાના સંચાલકો દ્વારા માર મારનાર શિક્ષકને સસ્પેન્ડ કરી દઈને સમાધાન કરી લેવામાં આવ્યું હતું, પરંતુ શાળામાં ઘુસીને શિક્ષકોને માર મારવાના કેસમાં શિક્ષકો દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર