સુરત : માતા-પિતા ગુમાવ્યા હોય તે વિદ્યાર્થીઓના શિક્ષણનો ખર્ચ સ્વનિર્ભય શાળાઓ ઉઠાવશે

સુરત : માતા-પિતા ગુમાવ્યા હોય તે વિદ્યાર્થીઓના શિક્ષણનો ખર્ચ સ્વનિર્ભય શાળાઓ ઉઠાવશે
સુરતમાં સ્વનિર્ભય શાળાના સંચાલકો દ્વારા એક બેઠક કરવામાં આવી હતી

પરિવારો માટે સંવેદના દાખવીને સ્વનિર્ભય શાળા સંચાલક મંડળે વિદ્યાર્થી દત્તક યોજના રજૂ કરી છે

  • Share this:
સુરત : સુરતમાં સ્વનિર્ભય શાળાના સંચાલકો દ્વારા એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં કોરોનાને કારણે જે વિદ્યાર્થીઓએ માતા-પિતા ગુમાવ્યા હોય તે વિદ્યાર્થીઓનો શિક્ષણનો ખર્ચ સ્વનિર્ભય શાળાઓ ઉઠાવશે. આ બેઠકમાં સ્વનિર્ભય શાળા સંચાલક મંડળનાં પ્રમુખ ડો.દિપક રાજગુરુનાં અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં હાલમાં વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને કઈ રીતે હાલની ચાલી રહેલી પરિસ્થિતિઓમાં બહાર લાવી શકાય તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમાં એમ નક્કી કરવામાં આવ્યું હતું કે જે વિદ્યાર્થીઓના માતા-પિતાએ આ કોરોના કાળમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. તેવા વિદ્યાર્થીઓને હવેથી સ્વનિર્ભય શાળા સંચાલક મંડળ તેમના શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે.

સ્વનિર્ભય શાળા સંચાલન મંડળનાં પ્રમુખ ડો. દિપક રાજગુરુ દ્વારા એમ કહેવામાં આવ્યું કે ગઈકાલે અમારી સુરત ખાતે એક બેઠક કરવામાં આવી હતી. તેમાં મંડળનાં સ્થાપક રાજેશભાઈનાં અધ્યક્ષતામાં વિવિધ મુદ્દે ચર્ચાઓ થઈ હતી. પરંતુ એમાં એક મહત્વનો મુદ્દો જ હતો તે વર્તમાન કોરોનાની બીજી લહેરમાં સ્વનિર્ભય શાળા સંચાલક મંડળની સંલગ્ન શાળામાં જે વિદ્યાર્થીઓ ભણે છે અને તે બાળકોના માતા-પિતાને કોરોનાનું સંક્રમણ થયું હોય અને મૃત્યુ પામ્યા હોય તેવા બાળકો નિરાધાર બન્યા હોય તે સ્વાભાવિક વાત છે. એવા પરિવારો માટે સંવેદના દાખવીને સ્વનિર્ભય શાળા સંચાલક મંડળ વિદ્યાર્થી દત્તક યોજના રજુ કરી છે. કદાચ કોઈ પરિવારમાં માતા અને પિતા બંને કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોનું શિક્ષણ જે તે શાળામાં જ્યાં સુધી શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે સંચાલક મંડળ તેમની વ્યવસ્થાઓ ઊભી કરશે. કદાચ કોઈ પરિવાર સંયુક્ત પરિવાર છે. પરંતુ પરિવારનું ગુજરાન ચલાવનાર એક પિતા જ હતા અથવા તો માતા હોય તેમનું મૃત્યુ થયું હોય અને બાળક નિરાધાર બન્યું હોય તેમની આર્થિક પરિસ્થિતિ વિકટ બની હોય તો તેવા પરિવારોનું પણ સર્વે કરીને તમને પણ 50 થી 75 % જેટલું રાહત કરી આપવાની વાત અમે નક્કી કરી છે. કદાચ કોઈ પરિવાર એક જ પરિવાર છે અને માતા અને પિતા બન્નેમાંથી કોઇ એક ન હોય એવા બાળકોનું શિક્ષણ બગડતું હોય અટકતું હોય તો તેવા બાળકોનું સર્વે કરીને તેમને કેવી રીતે શિક્ષણ પૂરું પાડી શકાય તેમની ફિ માં કેવી રીતે માફી આપી શકાય તેની પણ ચર્ચાઓ થઈ હતી.આ પણ વાંચો - અમદાવાદ શહેરમાં ગ્રીન કવર 20 ટકા સુધી લઇ જવા માટે શું છે એએમસી ગાર્ડન વિભાગનો પ્લાન?

તેમણે કહ્યું હતું કે સ્વનિર્ભય શાળા સંચાલક મંડળ સંવેદના સેતુ કાર્યક્રમ દ્વારા કોરોનાકાળની અંદર મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના માતા-પિતા વિશે સંવેદના રાખી રહ્યું છે. જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને કે જેમને શિક્ષણ પૂરું પાડવું એ અમારી ફરજ છે તેના માટે અમે સજાક છીએ. સમાજમાં અનેક પ્રકારની સેવાઓ થતી આવે છે તેમ હાલની પરિસ્થિતિમાં એવા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટે આ એક સંવેદનાશીલ કાર્યક્રમ એટલે સુરત સ્વનિર્ભય શાળા સંચાલક મંડળ સાથે સંકળાયેલી 400 ઉપરાંત શાળાઓમાં પણ જો કોઈ બાળકના માતા-પિતા કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હોય તો તેને જેતે શાળામાં એક અરજી ફોમ આપવામાં આવશે. તે વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. તેમના સગા વાલા અરજી કરી શકશે. અને આ અરજીના આધારે શાળા દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે તમામ બાળકોનું શિક્ષણ સમયસર તેમને પ્રાપ્ત થાય અને ફી નાં કારણે કેટલીક મુશ્કેલીઓના કારણે માતા-પિતા ગુમાવનાર શિક્ષણથી વંચિત ન રહી જાય તેની માટેની અમે તકેદારીઓ રાખીશું. સંવેદના સેતુ નામના કાર્યક્રમથી અમે એવા વિદ્યાર્થીઓની સાથે છીએ જે વિદ્યાર્થીઓએ પોતાની છત્રછાયા ગુમાવી હોય.
Published by:Ashish Goyal
First published:June 05, 2021, 16:40 pm

ટૉપ ન્યૂઝ