'મહા' વાવાઝોડાને લઈને સુરતનો ડુમસ-સુવાલી બીચ 3 દિવસ પ્રવાસીઓ માટે બંધ

News18 Gujarati
Updated: November 6, 2019, 10:46 AM IST

બીચ પર પોલીસ દ્વારા જાહેર ચેતવણી આપતા બોર્ડ મૂકાયા, દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, વાપી જિલ્લામાં વાવાઝોડાના કારણે ભારે વરસાદના આગાહી

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : અરબી (Arabiasn Sea) સમુદ્રમાં ઉદભવેલા 'મહા' વાવાઝોડાની (Cyclone maha) અસર આવતીકાલે 6 નવેમ્બરથી શરૂ થવાની છે. સંભવિત વાવાઝોડાની સાવચેતીના (Precaution) ભાગરૂપે તંત્ર દ્વારા સુરતના (Surat) બીચ (Beaches) આગામી 3 દિવસ માટે પબ્લિક માટે બંધ કર્યા છે અને લોકો બીચ પર નહીં જાય માટે સાઈન બોડ લગાવામાં આવ્યા છે.

 

જે રીતે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહીયું છે ત્યારે વાવાઝોડા ને લઈને ભારે પવન સાથે વરસાદ આગાહી છે, તે ઉપરાંત દરિયાના મોજમાં કરંટ પણ જોવા મળશે ત્યારે દરિયા કિનારે આવેલ ડુમસ-સુવાલી અને ઓલપાડના ડભારી બીચ પર દિવાળી ની રજા હોવાને લઈને લોકો મોટી સંખ્યામાં પહોંચતાં હોય છે ત્યારે વાવાઝોડાને લઈને કોઈ ખાના ખરાબી સર્જાય નહીં તે માટે પોલીસ કમિશનર દ્વારા આ તમામ બીચ આવતી કાલથી 3 દિવસ માટે પ્રવાસી માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : 11 હજાર વોલ્ટના કરન્ટ બાદ કિશોરનું હ્રદય ખુલ્લું પડી ગયું હતું, 3 સર્જરી બાદ નવજીવન મળ્યું

લોકો બીચ પર નહીં જય તે માટે લોકોને જાણકારી આપતા ફ્લેશ બેનર પણ તમામ બીચ લગાવામાં આવ્યા છે અને જો કોઈ આ આદેશનું ઉલ્લંઘન કરે તો તેના પર પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવાની જાણકારી જાહેરનામામાં બહાર પાડવામાં આવી છે. જોકે, પોલીસ દ્વારા આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ પ્રવાસીઓને દરિયાની અંદર ન જવા પોલીસ દ્વારા બીચથી દૂર બેરીકેટ કામ ચલાવ ચેકપોસ્ટ પણ બનાવમાં આવી છે.
First published: November 5, 2019
વધુ વાંચો
अगली ख़बर