સુરત : સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા તંત્રએ લોકોને દંડ આપવાનું શરું કર્યું


Updated: April 6, 2020, 10:23 PM IST
સુરત : સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા તંત્રએ લોકોને દંડ આપવાનું શરું કર્યું
સુરત : સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા લોકોને તંત્રએ દંડ આપવાનું શરું કર્યું

સુરતમાં ફરી ત્રણ નવા પોઝિટિવ કેસો સામે આવ્યા

  • Share this:
સુરત : કોરોના વાયરસ બીજા તબક્કામાં પહોંચી જતાં અને લોકલ ટ્રાન્સમિશન કેસમાં છેલ્લા બે દિવસથી વધારો થઈ રહ્યો છે. આગામી સપ્તાહ સુરત માટે ઘણાં જ કપરા સાબિત થઈ શકે છે. સુરતીઓ હવે ગફલતમાં રહેશે તો પરિણામ ભોગવવું પડી શકે તેમ છે. જેથી મ્યુનિસિપલે કોર્પોરેશને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવતા લોકો પાસે દંડની કાર્યવાહી શરૂ કરી છે.

શહેરમાં છેલ્લા બે દિવસથી લોકલ ટ્રાન્સમિશનના કેસમાં જે રીતે સતત વધારો થઈ રહ્યો છે જેને લઇને તંત્રની ચિંતા વધી છે. ત્યારે આ વાઇરસને આગળ વધતો અટકાવવા માટે લોકો કડક નિયમો પાડે તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા એક જાહેરનામું બહાર પાડીને લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહ્યું છે. કોરોના અટકાવવા માટે હાલના તબક્કે ને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે પરંતુ જળવાતું નથી. શહેરમાં હવે જો કોઈ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવે તો તેને 100 રૂપિયાનો દંડ કરવા કરવામાં આવશે.

આ પણ વાંચો - અમદાવાદ : ચેતી જજો, આગામી સમયમાં હજુ પણ કેસ વધશે : વિજચ નેહરા

જે લોકોના વિદેશથી, અન્ય રાજ્ય કે અન્ય જિલ્લામાંથી આવ્યા છે તે લોકોએ પોતાના ઘરમાં ને સોશિયલ ડિસ્ટન્સ ખાસ જાળવવાનું છે. તેઓ કોરોનાના વાહક હોઈ શકે અને તેમના ઘરમાં રહેતાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ઘાતક બની શકે છે. ઘરમાં સુરત બહારથી પોતાના જ સભ્યો આવ્યા હોય તેઓએ પણ ખાસ કાળજી રાખવી જરૂરી છે. આ ઉપરાંત ઘરની બહાર નિકળનારા દરેક માટે માસ્ક ફરજીયાત છે. આ માટે હાલ અપીલ છે પરંતુ તેનું પાલન ન કરવામા આવે તો દંડ પણ કરવામાં આવશે. સુરત કોરોનાના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યું હોય હવે પછીના દિવસો સુરત માટે ઘાતક બની શકે છે. તેથી લોકોએ ઘરમાં જ રહેવું જોઈએ તેવી અપીલ કરી હતી. લોકો સરકારની ગાઈડલાઇન પ્રમાણે નિયમો પાડે તો જ આ મહામારીથી બચી શકે છે. આજે પહેલા દિવસે તંત્ર દ્વારા 247 લોકોને દંડ કરી 24,700 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા.

સુરતમાં ફરી ત્રણ નવા પોઝિટિવ કેસો સામે આવ્યા

ગત રોજ શહેરમાંથી કોરોનાના ત્રણ પોઝિટિવ કેસો મળ્યા બાદ આજે ફરી ત્રણ નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. છેલ્લાં બે દિવસમાં કોરોનાના કુલ 6 દર્દીઓ મળતા હવે સુરત શહેરમાં કોરોનાના દર્દીઓ સંખ્યા વધીને 17 થઇ છે. જયારે જિલ્લામાં એક કેસ હોવાથી સુરત જિલ્લામાં કુલ 18 પોઝિટિલ કેસ નોધાયા છે. વાયરસની સાયકલ મુજબ 14 એપ્રિલ સુધી શહેરમાં કોરોનાના દર્દીની સંખ્યા વધવાની પૂરેપૂરી સંભાવના છે.આજના પોઝિટિવ કેસની યાદી
- એહસાન રશીદખાન- ઉ.વ. 52 અમીન રેસિડન્સી, ન્યુ રાંદેર રોડ૨
- યાસ્મીન અબ્દુલ કાપડિયા - ઉ.વ. 45 - બાગે રહેમન
- દયાકૌરબેન કાપડિયા - ઉ.વ. 80, બેગમપુરા, હાથી ફળિયું
First published: April 6, 2020, 10:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading